જામનગર ના પત્રકાર દિપક ઠુંમર કરવામાં આવેલ હુમલાને વખોડવામાં આવ્યો
જામનગર :
દિન પ્રતિદિન સમાજ ના હિત માં લડી રહેલ પત્રકારો પર અસામાજિક તત્વો દ્રારા હુમલાઓ ના બનાવો માં ધરખમ વધારો જોવા મળી રહયો છે.ત્યારે જામનગર શહેરમાં ગઇ કાલે પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા દિપક ભાઈ ઠુંમર પર કરવામાં આવેલ જીવલેણ હુમલા ની ધટના પ્રકાશ માં આવતા અખબારી આલમ માં ભારે રોષ ની લાગણી ફેલાયેલ જોવા મળી રહેલ છે. ચોવીસ કલાક દોડધામ કરી સમાજ ને ઉપયોગી સમાચારો ને વાંચા આપી રહેલ ચોથી જાગીર સમાન પત્રકાર પર હુમલા ઓ થતા રહે છે . ખાખી વર્દી ધારી પોલીસ અને સફેદ કોલર ધારી રાજકીય પર્ટી ઓ ના કવરેજ માં ખડેપગે ઉભા રેહતા પત્રકારો પર હુમલાઓ થાય છે ત્યારે પોલીસ અને પોલીટીકસ લોકો તેમની સાથે ઉભા રેહવાને બદલે અને ન્યાય અપાવવા માટે પાછીપાની કરી રહેલ છે.જેના અનુસંધાને અખિલ ભારતીય પત્રકાર સમિતિ ના નેઝા હેઠળ ગુજરાત સરકાર પાસે અનેક મુદ્દે યોગ્ય માંગણી ઓ કરવામાં આવેલ છે.પત્રકારો ના વિશેષ હક અને માંગણી ઓ સંતોષવાને બદલે ચોથી જાગીર ને દબાબી દેવા માટે પત્રકારો પર વારંવાર હુમલા ઓ થતા રહે છે જમનગર ના નિડર અને જાંબાઝ પત્રકાર દિપક ઠુંમર અગાઉ સંજય જાની નામના પત્રકાર પર પણ જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો.થોડા મહીના ઓ પેહલા જૂનાગઢ ના પત્રકાર ની ધાતકી હત્યા તેમની જ ઓફીસ ખાતે કરવામાં આવેલ અને આ ધટના ની સિયાહી હજુ તો સુકાઈ નથી ત્યાં જ વિવિધ શહેરોમાં અનેક પત્રકારો પર હુમલાઓ કરવામાં આવિયા છે છતા સરકાર શ્રી ચુપચાપ તમાશો જોઈ રહેલ છે. જામનગર ના પત્રકાર પર કરવામાં આવેલ હુમલા માં કાયદો રાજકારણી ઓ નો હાથો બની કામ કરી રહ્યું છે અને જે ફરિયાદ લેવી જોઈએ તે લીધી નથી ઉલટા નું આરોપી ને વીઆઈપી સગવડ આપી રહયા નુ જાણવા મળેલ છે અખિલ ભારતીય પત્રકાર સમિતિ તેમજ ધારી પત્રકાર સંઘ ની માંગ મુજબ જીવલેણ હુમલા નો ભોગ બનેલ દિપક ઠુંમર ને ન્યાય આપવામાં આવે અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરી આરોપી ઓ ને જડપવામાં આવે અને આવા બનાવો ભવિષ્ય માં નો બને તે માટે સરકાર શ્રી જાગૃતતા દાખવી પત્રકારો ના હિતમાં જરૂરી કાયદો અમલ માં મુકે તેવી માંગ પ્રબળ બની રહેલ છે