ગુજરાત

રાજકોટ-અમદાવાદ વચ્ચે વાહન વ્યવહાર થયો બંધ.

રાજકોટ :

રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે હવે એક પછી એક કડક નિયમો લદાઈ રહ્યા છે. અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનનું અમલીકરણ માટે ફક્ત દૂધ અને દવા સિવાય તમામ વસ્તુઓનું 15 મે સુધી બંધ કર્યા પછી હવે રાજકોટ કલેક્ટરે પણ અમદાવાદ રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ આવવા જવા પર પ્રતિબંધ મુકતા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે બન્ને શહેરો વચ્ચે માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ સેવા માટે જ પરિવહન થઈ શકશે.
અમદાવાદમાં કોરોના વધુ સંક્રમણ અમદાવાદમાં છે. મહેસાણા સહિત ઘણાં જિલ્લાઓમાં કોરોના પોઝીટીવનું અમદાવાદ કનેક્શન નિકળતાં હવે રાજકોટ કલેક્ટરે પણ રાજકોટમાં અમદાવાદ કનેક્શન ના નીકળે તે માટે હવે અમદાવાદ રાજકોટ વચ્ચે વાહનવ્યવહાર સેવા બંધ કરી દીધી છે. રાજકોટ બાદ હવે સુરતમાં પણ આ બાબતે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.
ગુજરાતમાં મોતનો આંક 396 થયો છે. તો અમદાવાદમાં મોતનો આંક 298 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં પણ કોરોના પોઝીટીવ કેસ વધુ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવની સંખ્યા 380 કેસ નોંધાતા આંક 6625 પર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં વધુ 291 કેસ નોંધાતા કુલ આંક 4716 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં વધુ 417 કેસ સાથે સતત બીજા દિવસે 400 પ્લસ કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 441 કેસ નોંધાયા હતા. તે પછી આજે સતત બીજા દિવસે 380 કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 1 અઠવાડિયામાં 1939 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં 2543 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમણના આંકમાં વધારા સાથે મોતનો આંક પણ વધી રહ્યો છે. અમદાવાદમાં આજે વધુ 25 લોકોના મોત થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x