ગાંધીનગરગુજરાત

મુલાકાતીઓની અવરજવરને કારણે ગાંધીનગરમાં ટ્રાફિક જામના દ્રશ્યો

ગાંધીનગર,
ગાંધીનગર શહેરમાં તા.૧૦થી શરૃ થયેલા વાઈબ્રન્ટ સમિટને કારણે શહેરમાં ટ્રાફિક વધી ગયો છે. ત્યારે આજથી વાઈબ્રન્ટ ટ્રેડ શો જોવા માટે સમગ્ર રાજ્યમાંથી મુલાકાતીઓ આવ્યા હોવાના કારણે શહેરનો ટ્રાફિક ચાર ગણો થઈ ગયો છે. જેના કારણે સર્કલો અને માર્ગો ઉપર ઠેકઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહયા છે. પોલીસનું પુરતું આયોજન હોવા છતાં મુલાકાતીઓના ધસારાને કારણે અવ્યવસ્થા જોવા મળી રહી છે. વાહનચાલકો પણ પાર્કીંગ પ્લેસની જગ્યાને બદલે કોઈપણ સ્થળે વાહન પાર્ક કરીને જતાં રહે છે.

ગાંધીનગર શહેરમાં ગત તા.૧૦થી વાઈબ્રન્ટ માહોલ જામ્યો છે.  વાઈબ્રનટ સમિટ અને ટ્રેડશોના કારણે ગાંધીનગરમાં રોજીંદા કરતાં ચારગણો ટ્રાફિક વધી ગયો છે. ત્યારે ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો પહોળા અને સિક્સલેન હોવાથી આ માર્ગો ઉપર કયારેય પણ વાહનોની અવરજવરમાં અડચણ થતી નથી.

પરંતુ વાઈબ્રન્ટ સમીટ અને હેલીપેડ ગ્રાઉન્ડ સે-૧૭ ઉપર ચાલી રહેલા ટ્રેડશો ના પગલે ગાંધીનગરના મુખ્ય માર્ગો ઉપર મોટી સંખ્યામાં વાહનોના ખડકલા દિવસ દરમ્યાન નજરે પડી રહયા છે. આ  ટ્રેડશો ને નિહાળવા આવતાં લોકો તેમજ મહાત્મા મંદીર ખાતે ચાલી શરૃ થયેલી વાઈબ્રન્ટ સમીટમાં મોટી સંખ્યામાં લોકો નગરની મુલાકાતે આવી રહયા છે.

પરંતુ બહારથી આવતાં મુલાકાતીઓ પોતાના વાહનો શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરે છે જેના પગલે આ માર્ગો ઉપર મોટી સંખ્યામાં વાહનોના ખડકલા દિવસ દરમ્યાન ખડકાયેલા જોવા મળે છે. આ એક્ઝિબિશન અને વાઈબ્રન્ટ સમીટના માટે બનાવવામાં આવેલા પાર્કિંગ સ્થળો પર કોઈ વાહનો પાર્ક કરતાં નથી. પરંતુ જ્યાં ત્યાં વાહનો પાર્ક કરીને મુલાકાતીઓ આ પ્રદર્શનની અને વાઈબ્રન્ટ સમીટની મુલાકાત લે છે. જેના પગલે ટ્રાફિકનું નિયમન પણ સચવાઈ શકતું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x