ગાંધીનગરગુજરાત

પોઝિટિવ કેસો ને ત્રણ કેટેગરી મુજબ વહેંચીને તેઓની કન્ડિશનના આધારે ડીસ્ચાર્જ અપાશે : જયંતિ રવિ

ગાંધીનગર :

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના પોઝિટિવ કેસો ના ડીસ્ચાર્જ સંદર્ભે કેન્દ્ર સરકારે નવી પોલિસી જાહેર કરી છે તેમાં નેશનલ ટાસ્કફોર્સ દ્વારા કેન્દ્ર સરકારના જાહેર આરોગ્યના તજજ્ઞો મેડિસિનના તજજ્ઞો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા થયેલ સંશોધનો ના આધારે આ પોલીસીમાં ફેરફારો કરવામાં આવ્યા છે.

ડોક્ટર રવિએ ઉમેર્યુ કે કોરોના સંક્રમણ સંદર્ભે પોઝિટિવ કેસો ને ત્રણ કેટેગરી ના આધારે ડિસ્ચાર્જ આપવાની નવી પોલિસી જાહેર કરાઈ છે તેમાં સૌપ્રથમ ઓછા લક્ષણો એટલે કે વેરીમાઈલ્ડ કે જેમાં ઝીણો તાવ હોય, કોઈ લક્ષણ ન હોય એટલે પ્રીસીમ્ટોમેટીક હોય તેવા પોઝીટીવ દર્દીઓ કે તેમને જે દિવસે સીમ્ટમ દેખાયા હોય અને ટેસ્ટિગ થયું હોય તે દિવસથી ૧૦ દિવસસુધીમાં કોઈ સીમ્ટમ ન દેખાયા તો તેમને ડીસ્ચાર્જ આપવામાં આવશે. આવા દર્દીઓને ત્રણ દિવસ સુધી તાવ કે કોઈપણ જાતના સિમ્ટમ ન હોવા જોઈએ, આવા દર્દીઓને RTPCR ટેસ્ટીની જરૂર રહેશે નહીં

તેમણે ઉમેર્યું કે કોરોના પોઝિટિવ કેસના દર્દી કે જે મોડરેટ એટલે કે તેમને બિલકુલ તાવ નથી એ સંદર્ભે કેન્દ્ર સરકારે કહ્યું છે કે સૌથી પહેલા આ લોકોની ક્લિનિકલી તપાસ કરવી અને તાવ નોર્મલ હોય, શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડતી હોય, બાહ્ય રીતે ઓક્સિજન આપ્યો હોય એ કાઢ્યા પછી ત્રણ દિવસ સુધી નોર્મલ તાવ અને રૂટ એર પર શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન પડતી હોય તેઓને દસ દિવસ બાદ ડિસ્ચાર્જ આપવાનું રહેશે .

ડોક્ટર રવિ ઉમેર્યું કે અન્ય પોઝિટિવ કેસો કે જેઓ સિવિયર હોય એટલે કે વેન્ટિલેટર પર હોય, નોર્મલ તાવ હોય ઉપરાંત કેન્સર, એચ.આઈ.વી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને માત્ર એક જ વખત RTPCR ટેસ્ટ કરીને ડીસ્ચાર્જ કરવામાં આવશે .આ તમામ લોકોએ ડિસ્ચાર્જ બાદ ઘરમાં સાત દિવસ ફરજિયાત આઈસોલેશનમાં પણ રહેવાનું રહેશે.

તેમણે ઉમેર્યું કે આજે સવારે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય સચિવના અધ્યક્ષ યોજાયેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા FAQ સિસ્ટમ એટલે કે ફ્રિકવન્ટલી આસ્ક કવેશ્ચન ના માધ્યમ દ્વારા લોકોના અભિપ્રાયો મેળવીને આ પોલીસીમાં વધુ સઘન રીતે કામગીરી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x