ગાંધીનગર

ગાંધીનગરમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો, કુલ કેસ 419

ગાંધીનગર :

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોના કેસ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 થી વધુ કે તેની આસપાસ જોવા મળી રહી છે. આજે ગાંધીનગર શહેરમાં 3 અને ગાંધીનગર જિલ્લામાં ૧૫ મળીને કુલ 18 પોઝિટિવ કેસો નોંધાયા છે.
ગાંધીનગર શહેરમાં સેકટર-૨૪માં ૧, સેક્ટર ૪ સી માં ૧ અને સેક્ટર 8 માં ૧ કેસ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં પેથાપુરમાં ૧, શેરથા માં ૧, મોટા ચિલોડા માં ૧ અને કુડાસણ માં ૧ કેસ નોંધાયો છે. કલોલ તાલુકાના બોરીસણા માં ૧ કેસ નોંધાયો છે જ્યારે કલોલ શહેરમાં અર્બન ૧ માં બે કેસ તેમજ અર્બન 2 માં ૪ કેસ નોંધાયા છે. માણસા તાલુકાના વેડા, બાબુપુરા અને બોરુ ગામ માં ૧ – ૧ કેસ નોંધાયા છે. અને દહેગામમાં અર્બન ૧ માં ૧ કેસ નોંધાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x