ગાંધીનગર

હેપ્પી યુથ ક્લબનું “હેપ્પી ચકલી ઘર” નું પંચદેવ મંદિરે વિતરણ થયું

ગાંધીનગર:

ગાંધીનગરના સેવાભાવી અને પર્યાવરણપ્રેમી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા રવિવારની સવારે પંચદેવ મંદિરે હેપ્પી ચકલી ઘરના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા હેપ્પી ચકલી ઘરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ચારેક વર્ષથી ગાંધીનગરમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા શહેરના ચકલી પ્રેમી યુવાન રાજુભાઇ મકવાણાથી પ્રેરિત થઈને “વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે તેમની સાથે જોડાઈને માર્ચ માસના અંતમાં “હેપ્પી સ્પેરો વીક” ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે લાગુ પડેલા લોકડાઉનમાં આ ઉજવણી મોકૂફ રાખવામા આવી હતી. હવે જ્યારે અનલોક-1 લાગુ પડ્યું છે ત્યારે હેપ્પી યુથ ક્લબ દ્વારા રવિવારે સવારે પ્રતિકાત્મક રીતે હેપ્પી ચકલી ઘરનું નિ:શુલ્ક વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. વિતરણ કાર્ય દરમ્યાન માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવા સાથે સાથે હેન્ડગ્લોવ્ઝ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરીને કોવિડ-૧૯થી સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ કાર્યમાં ભાવના રામી, શિવાંગ પટેલ, વિશાખા રાજપૂત અને નેહા રાજપૂતનું વિશેષ યોગદાન રહ્યું હતું. હવે નજીકના દિવસોમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા ફરીથી “હેપ્પી ચકલી ઘર”ના વિતરણનું આયોજન અન્યત્ર સ્થળે યોજાશે જેનો સમય અને સ્થળની વિગતો અગાઉથી જાહેર કરવામાં આવશે. કોઈ પક્ષી પ્રેમી કે પ્રકૃતિ પ્રેમી સંસ્થાને ચકલી બચાવવાના આ પ્રયાસમાં મદદરૂપ થવા માંગતુ હોય તો 9924446645 પર પેટીએમ કે ફોન-પે દ્વારા દાન આપી શકે છે અથવા વધુ વિગતિ કે જાણકારી મેળવવા માટે સંપર્ક કરી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x