ગાંધીનગર

ગાંધીનગર શહેરના કન્ટેન્ટમેન્ટ એરિયામાં કરાયો ઘટાડો. જાણો વધુ

ગાંધીનગર :
ગાંધીનગર શહેરના સેકટર-૨/બીના ૭૩૦ ઘરોને કન્ટેન્ટમેન્ટ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યા હતા. જે અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ એક જાહેરનામું બહારપાડીને ૩૭ ઘરોને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યો છે.
ગાંધીનગર શહેરના સેકટર- ૨/બીમાં નોવેલ કોરોના વાયરસના કેસ મળતા સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર તા. ૨૮મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ એક જાહેરનામું બહારપાડીને ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણે આ સેકટરના અમુક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યો હતો. આ જાહેરનામામાં સેકટર-૨/બીમાં આવેલા ૭૩૦ ધરોમાં રહેતા અંદાજીત ૨૮૭૦ જેટલી વસ્તીનો આ જાહેરનામા થકી કન્ટેન્ટમેન્ટ એરિયામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો.
આજે તા. ૧૧મી જૂન, ૨૦૨૦ ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ એક જાહેરનામું બહારપાડીના સેકટર-૨/બીના આ કન્ટેન્ટમેન્ટ એરિયાને સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ફેરફાર કર્યો છે. આ જાહેરનામા મુજબ સેકટર-૨/બીમાં સમાવિષ્ટ પ્લોટ નંબર- ૧૩૪૦ થી ૧૩૪૫, ૧૪૩૩ થી ૧૪૩૫, ૧૪૬૭ થી ૧૪૭૨, ૩૭૨,૩૭૭/૨,૩૯૪/૨, ૩૯૫ અને ૪૧૯/૧ ને આવરી લેતા અંદાજીત ૩૭ ઘરોમાં રહેતાં ૧૬૬ જેટલી વસ્તી ધરાવતા સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x