ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૧૧ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં આઠ અને શહેર વિસ્તારમાં ત્રણ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. તેમજ જિલ્લાના ૧૪ કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બે વ્યક્તિઓના મૃત્યૃ થયા છે, તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં તા. ૧૦મી જૂન,૨૦૨૦ ના સાંજના ૫.૦૦ કલાક બાદ કોરોનાના ૮ પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં દહેગામ તાલુકામાં બે કેસ, ગાંધીનગર તાલુકામાં એક કેસ અને કલોલ તાલુકામાં પાંચ કેસ પોઝિટીવ છે. તે ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ગાંધીનગર તાલુકાના ૪, કલોલ તાલુકાના ૨, દહેગામ તાલુકાના ૭ અને માણસા તાલુકાના ૧ મળી કુલ- ૧૪ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ કલોલના ૬૫ વર્ષીય આધેડ કે જેમને હાઇબીપી હતું, તેમનું અને જન્મજાત ખોડ ખાંપણવાળી માત્ર પાંચ દિવસની દીકરીનું આજે મૃત્યૃ થયું છે. તેમજ ગાંધીનગર શહેર વિસ્તારમાં આજે કુલ નવા ત્રણ કેસ નોંધાયા છે. જે સેક્ટર 20 મા ૧, સેક્ટર એ માં ૧ અનેેે સેક્ટર 4માં ૧ નવો કેસ નોંધાયા છે.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ- ૨૬૭ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં ૯૩ વ્યક્તિઓ સારંવાર હેઠળ છે. તેમજ ૧૫૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૨૦ વ્યક્તિઓનું મૃત્યૃ થયું છે. તેમજ જિલ્લામાં ૩૧૭૬ વ્યક્તિઓના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૬૭ વ્યક્તિઓને કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. ૨,૯૦૯ વ્યક્તિઓને નેગેટિવ કેસ આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં કુલ- ૧૧,૮૯૬ વ્યક્તિઓને કોરોન્ટાઇન ફેસીલીટીમાં રાખવામાં આવ્યા છે.