રાજ્યમાં પ્રથમ તબક્કામાં ધોરણ-૧૧ અને ૧૨ અને ત્યારબાદ અને શાળાઓ ચાલુ કરાશે.
ગાંધીનગર :
સમગ્ર રાજ્ય સહિત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ જૂન મહિનાની શરૂઆતથી કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાના કહેરને પગલે ચાર લોડડાઉન લાદવામાં આવ્યા હતા. ત્યારબાદ અનલોક 1 માં રાજ્યભરમાં છૂટછાટો અપાઈ છે. ત્યારે શિક્ષણને પણ શરૂ કરવા માટે ગુજરાત સહિત દેશભરમાં સ્કૂલો શરૂ કરવા માટે NCERT દ્વારા ડ્રાફ્ટ પ્લાન તૈયાર કર્યો છે, જેમાં મળતી માહિતી મુજબ સૌ પ્રથમ ધોરણ 11 અને 12 શરૂ કરવામાં આવશે, ત્યારબાદ 2 કે 3 અઠવાડિયા બાદ તબક્કા વાર અન્ય ધોરણો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત એક વર્ગમાં 50% સંખ્યાની મર્યાદા એટલે કે 30 થી 35 જ વિદ્યાર્થીઓ અને તે પણ 6 ફૂટના સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે.
NCERT દ્વારા ડ્રાફ્ટ પ્લાન તૈયાર
શાળામાં AC બંધ રાખી,
વર્ગખંડમાં બારી દરવાજા ખુલ્લા રાખી વિદ્યાર્થીઓને ભણાવવા.
દરેક વિદ્યાર્થીઓ પોતાની પાણીની બોટલમાંથી કોઈ બીજાને પાણી કે નાસ્તો આપવો નહીં.
દરેક બેન્ચ ઉપર વિદ્યાર્થીનું નામ લખવું અને એ વિદ્યાર્થી દરરોજ એ જ બેઠક પર બેસશે.
સવારની સ્કૂલમાં સભા રાખવી નહીં.
રિશેષનો સમય પણ 10 થી 15 મિનિટનો રાખવો, તેમાં વિદ્યાર્થીઓ કલાસરૂમમાં બેસીને જ નાસ્તો કરશે.
શાળામાં કોઈ પણ ફંક્શન રાખવું નહી.