ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 22067 નોંધાયા, કુલ 1385 મોત નિપજ્યાં.

ગાંધીનગર :
અનલૉક-1ની શરૂઆત બાદ ગુજરાતની ચિંતા વધી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 513 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 22067 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 1385 મોત નિપજ્યાં છે તેમજ કુલ 15109 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં જિલ્લાવાર કેસની વિગતો નીચે મુજબ છે.

• અમદાવાદ : 15635
• રાજકોટ : 140
• સુરત : 2367
• વડોદરા : 1434
• ભાવનગર : 157
• કચ્છ : 95
• મહેસાણા : 170
• ગીર સોમનાથ : 49
• પોરબંદર : 14
• પંચમહાલ : 110
• પાટણ : 107
• છોટાઉદેપુર : 39
• જામનગર : 71
• મોરબી : 06
• સાબરકાંઠા : 133
• આણંદ : 124
• દાહોદ : 48
• ભરૂચ : 69
• બનાસકાંઠા : 147
• ગાંધીનગર : 445
• ખેડા : 102
• બોટાદ : 60
• નર્મદા : 24
• અરવલ્લી : 132
• મહીસાગર : 116
• નવસારી : 35
• તાપી : 06
• વલસાડ : 57
• જૂનાગઢ : 42
• સુરેન્દ્રનગર : 61
• દેવભૂમિ દ્વારકા : 15
• ડાંગ : 04
• અમરેલી : 19

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x