ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રીયલ એસ્ટેટમાં મંદીનો માહોલ

ગાંધીનગર,બુધવાર તા. 18 જાન્યુઆરી 2017
ભારત સરકાર દ્વારા તા.૮ નવેમ્બરથી લાગુ કરવામાં આવેલી પ૦૦ અને ૧૦૦૦ની નોટબંધીના કારણે દેશ આખો આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આ નોટબંધીની સૌથી વધુ અસર જમીન અને રીયલ એસ્ટેટ બજાર ઉપર થશે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી પરંતુ હાલથી સ્થિતિએ તે સાચી પણ ઠરી રહી છે. ગાંધીનગરમાં જમીન અને મકાન લે-વેચનો વ્યવસાય રીતસર પડી ભાંગ્યો છે.

નવેમ્બર મહિનામાં ફકત ૨૭૬ જેટલા ખરીદ વેચાણના દસ્તાવેજો થયા હતા ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ આ જ હાલત રહી હતી. અગાઉની સરખામણીએ પચાસ ટકા જેટલા ઓછા દસ્તાવેજો નોંધાયા છે. જાન્યુઆરી મહિનો અડધો થવા છતાં આ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. હજુ આગામી દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે તેવું રીયલ એસ્ટેટના તજજ્ઞાો માની રહયા છે.

દેશમાંથી ભ્રષ્ટાચાર અને કાળુ નાણું હટાવવા માટે કેન્દ્ર સરકારે તા.૮ નવેમ્બરથી પ૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મુકી આ નોટો બેંકોમાં જમા કરાવી દેવાની સૂચના આપી હતી. જેના કારણે દેશ આખામાં જાણે કે આર્થિક કટોકટી લાદી દેવાઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. બ્લેકમનીનો ઉપયોગ મહત્તમ રીયલ એસ્ટેટ અને જમીન બજારમાં થતો હતો. દસ્તાવેજની રકમ કરતાં ચાર ગણી રકમ કેશ આપવામાં આવતી હતી. સરકારના નિર્ણય બાદ તેવું લાગતું હતું કે જમીન અને રીયલ એસ્ટેટ બજારમાં મંદી આવશે. પરંતુ આ બજાર હાલની સ્થિતિએ તો કકડભૂસ થઈ ગયું છે.

રીયલ એસ્ટેટ અને જમીન બજારના સોદાઓ સાવ ઠંડા પડી ગયા છે. જેના કારણે બજારમાં રૃપિયો પણ ફરતો બંધ થઈ ગયો છે. ગાંધીનગર જિલ્લામાં રીયલ એસ્ટેટના નવા પ્રોજેકટો ઉપર બ્રેક લાગી ગઈ છે એટલું જ નહીં, જુના પ્રોજેકટોમાં હાલ મકાન વેચવાના પણ બિલ્ડરોને ફાંફા પડી ગયા છે. જમીન બજારમાં પણ એજ સ્થિતિ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x