કથાકાર શ્રી મોરારીબાપુ દ્વારા શ્રી કૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી કરાતા કલેકટરને અપાયું આવેદન
અમદાવાદ :
સમગ્ર વિશ્વમાં કથાકાર તરીકે નામના મેળવનાર શ્રી મોરારીબાપુએ તેઓ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવેલ કથામાં તેઓએ વ્યાસપીઠ પરથી કૃષ્ણ ભગવાન, તેમના ભાઈ બલરામ અને તેમના પરિવાર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેના લીધે સમગ્ર રાજ્ય સહિત ભારત દેશમાં આહિર (યાદવ) સમાજનું દિલ દુભાયુ છે. અને સમાજ દ્વારા સોશિયલ મીડિયા મારફતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે અમદાવાદ ખાતે કલેકટરશ્રી ને એક આવેદન પણ આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યું હતું કે મોરારીદાસ દ્વારકા આવી ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં આવી માફી માગી જાય એટલે આ વાતનું શાંતિપૂર્વક સમાધાન થઇ જાય. અને વધુમાં જણાવ્યું હતું કે બાપુ શ્રી કૃષ્ણ ભગવાનના ગુનેગાર છે. મોરારીબાપુને સમાજ કે આગેવાનોની માફી માગવાની નથી પણ દ્વારકા આવીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં માફી માગવાની છે.