ગાંધીનગર

ગાંધીનગર મહાપાલિકાની હદ વધતા ગ્રામ્ય વિસ્તારોને પાટનગર જેવી સુવિધા આપવા મહાપાલિકા તંત્ર કટીબદ્ધ: રીટાબેન પટેલ

ગાંધીનગર:
ગાંધીનગર મહાપાલિકાના હદ વિસ્તરણ માટે ચાલતી કવાયત બાદ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે હકારાત્મક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પેથાપુર નગરપાલિકા વિસ્તાર, શહેર ફરતેના 18 ગામ અને અન્ય 7 ગામના કેટલાક વિસ્તારને ગાંધીનગર મહાપાલિકામાં સમાવવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા સરકારના નિર્ણયને આવકારવા સાથે ગ્રામ્ય વિકાસના દ્વારા ખોલી દેવા બદલ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને મહેસૂલ તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો.
મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યું કે ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવેલા આ નવા વિસ્તારોના વિકાસ માટે મહાપાલિકા તંત્ર કટીબદ્ધ છે. પાટનગરમાં જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. તેવી સટીક સુવિધાઓ આગામી સમયમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં આપવામાં આવશે. તેમાં પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાપન, રસ્તા, સ્ટ્રીટલાઇટ, સિટી સર્વેલન્સની સુરક્ષા અને જરૂરી સેવા સંસાધનનો સમાવેશ તેમાં કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x