ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

IBનું સરકારને એલર્ટ : 25 હજાર પોલીસકર્મી અને હજારો અમદાવાદીઓ થઈ શકે કોરોના પોઝિટિવ.

અમદાવાદ :

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જગતના નાથની નગરચર્યા માટેની તૈયારીઓને પણ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકોને હજુ પણ એ જ સવાલ છે કે રથયાત્રા યોજાશે કે કેમ ત્યાં લોકોમાં કોરોનાને લઇને પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદીઓની ચિંતા વધારી દે તેવી ખબર સામે આવી છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના જે રીતે વકરતો જઇ રહ્યો છે તેને લઇને સ્ટેટ આઇ.બી.એ રથયાત્રા યોજાય તો કોરોના વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવા સંકેતો આપ્યા છે. રથયાત્રા યોજાય તો 25 હજાર પોલીસકર્મી અને સુરક્ષાદળોની સાથે લાખો ભાવિક ભક્તો ઉમટી પડે. આ સંભાવનાઓ વચ્ચે આઇ.બીએ ચેતવણી આપી છે કે રથયાત્રામાં કોરોના કાળમૂખો બની શકે છે.

પોલીસના સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી રથયાત્રાને મંજૂરી મળી નથી. તેવામાં શક્ય છે કે ગૃહ મંત્રી તથા મંદિરના મેનેજમેન્ટ વચ્ચેની બેઠકમાં કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવે. તેવામાં સવાલ એ પણ છે કે જો રથયાત્રાને મંજૂરી મળે તો અમદાવાદ શહેર પોલીસ અને રાજ્યમાંથી આવનાર પોલીસકર્મી તથા સુરક્ષા દળોની 40 ટુકડીઓ પર કોરોનાનું સંકટ તોળાઇ શકે છે. જો રથયાત્રાને મંજૂરી આપવામાં આવે તો 25 હજારમાંથી 10 હજાર પોલીસ અને સુરક્ષાકર્મીઓ અમદાવાદ બહારથી આવશે. તેઓ 18 જૂન સુધીમાં અમદાવાદ આવી જશે અને 24 તારીખ સુધી તહેનાત રહેશે. તેવામાં ચિંતાનો વિષય એ પણ છે કે જો આ ટીમ પરત ફરે અને તેમાંથી કોઇ કોરોનાની ઝપટમાં આવી ગયું તો દેશમાં સ્થિતિ વધુ ગંભીર બનશે. તેવામાં હવે સરકાર અને મંદિરના સંચાલકો જનહિતમાં કેવો નિર્ણય લે છે તે સમય જ જણાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x