ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના ૧૮ પોઝિટીવ કેસ મળ્યા છે. તેમજ વધુ ૧૦ કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં તા.૨૨મી જૂન, ૨૦૨૦ ના સાંજના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર તાલુકામાં આઠ, દહેગામ તાલુકામાં બે અને કલોલ તાલુકામાં આઠ મળી કુલ- ૧૮ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં કોટેશ્વર ગામમાં ૭૬ વર્ષીય પુરૂષ અને ૫૧ વર્ષીય સ્ત્રી, કુડાસણ ગામમાં ૫૨ વર્ષીય સ્ત્રી અને ૫૫ વર્ષીય પુરૂષ, અડાલજ ગામમાં ૭૨ પુરૂષ, ભાટ ગામમાં ૫૧ વર્ષીય પુરૂષ, રાયસણ ગામમાં ૨૮ વર્ષીય યુવાન અને ડભોડા ગામમાં ૨૨ વર્ષીય યુવતીને કોરોના પોઝિટીવ આવ્યો છે. દહેગામ શહેરમાં ૭ વર્ષીય કિશોર અને ૫૬ વર્ષીય પુરૂષ, કલોલ તાલુકામાં સોજા ગામમાં ૪ વર્ષીય કિશોર, શહેરમાં ૬૫ વર્ષીય પુરૂષ, ૪૮ વર્ષીય સ્ત્રી, ૬૭ વર્ષીય પુરૂષ, ૩૮ વર્ષીય યુવાન, ૩૭ વર્ષીય યુવાન, ૭૪ વર્ષીય પુરૂષ અને ૫૭ વર્ષીય પુરૂષ મળી કુલ- સાત કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. તેમજ દહેગામ તાલુકામાં બે, ગાંધીનગર તાલુકામાં ત્રણ અને કલોલ તાલુકામાં ૫ મળી કુલ- ૧૦ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૩૯૩ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં ૧૦૬ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ ૨૫૬ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૧ વ્યક્તિનું મૃત્યૃ થયું છે. ગાંધીનગર જિલ્લામાં ૧૩,૯૭૪ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન અને ૨૮ વ્યક્તિઓ ખાનગી કોરોન્ટાઇન ફેસીલીટીમાં મળી કુલ- ૧૪,૦૦૨ વ્યક્તીઓ કોરોન્ટાઇન છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૪,૮૨૯, દહેગામ તાલુકામાં ૧,૧૫૦, માણસા તાલુકામાં ૬૭૯ અને કલોલ તાલુકામાં ૭,૩૪૪ વ્યક્તિઓ કોરોન્ટાઇન છે.