ગાંધીનગર

ગાંધીનગરના સેકટર-૨૪ સહયોગ એપાર્ટમેન્ટના ૧૨ ઘરોને કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુક્ત કરાયા

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતાં સેકટર- ૨૪ માં સહયોગ એપાર્ટમેન્ટના ૧૨ ઘરોની ૫૫ જેટલી વસ્તી ઘરાવતા સમગ્ર એરિયાને કન્ટેન્ટમેન્ટ એરિયાના નિયંત્રણમાંથી મુકત ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી કર્યો છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણે જાહેરનામાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાના સેકટર-૨૪માં કોરોનાના પોઝિટીવ કેસ નોંધાતા કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતાને ઘ્યાને લઇ તકેદારીના ભાગરૂપે સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર સેકટર-૨૪માં આવેલા ૧૨ ઘરો માં આશરે રહેતા ૫૫ વ્યક્તિઓને કન્ટેન્ટમેન્ટ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યા હતા. તેમની નિયમિત રીતે આરોગ્ય તપાસણી અને સેમ્પલીંગ કાર્યવાહી સતત ૨૮ દિવસ સુધી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં તા.૨૬મી મે, ૨૦૨૦ પછી કોઇપણ નવો કોરોનાનો કેસ ન મળતાં સરકારની ગાઇડલાઇન અનુસાર કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુકત કરી શકાય છે.
જે અન્વયે ગાંધીનગરના સેકટર-૨૪માં આવેલા સહયોગ એપાર્ટેમન્ટના બ્લોક નંબર- એમ-૨૫ માં ધર નંબર – ૨૮૯ થી ૩૦૦ માં આવેલા અંદાજીત ૧૨ ઘરોમાં રહેતા ૫૫ જેટલી વસ્તી ઘરાવતા સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુક્ત કરવાની પરવાનગી એક જાહેરનામું બહાર પાડી મ્યુનિસિપલ કમિશનરે આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x