ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૦૫ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૬ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે બે વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા. ૨૮મી જૂનના રોજ સાંજના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર તાલુકામાં બે, કલોલ શહેરમાં બે અને દહેગામ તાલુકમાં એક કેસ મળી કુલ ૦૫ વ્યક્તિઓને કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં જામનગરપુરા ગામમાં ૫૦ વર્ષીય પુરૂષ અને વાવોલ ગામમાં ૩૪ વર્ષીય મહિલા, કલોલ શહેરમાં ૫૭ અને ૭૫ વર્ષીય પુરૂષ અને દહેગામના જીંડવા ગામમાં ૬૬ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે.
અત્યાર સુઘી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ- ૪૪૮ પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેમાં ૯૫ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ ૩૧૫ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ ૩૮ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. ગાંધીનગર જિલ્લામાં કુલ- ૧૫,૫૮૯ વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૧૫,૫૨૭ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન, ૬ વ્યક્તિઓ સરકારી ફેસીલીટીમાં કોરોન્ટાઇન અને ૫૬ વ્યક્તિઓને ખાનગી ફેસીલીટી કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.