ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં માસ્ક પહેરવાના નિયમનું ચુસ્તપણે અમલ થાય તેની ખાસ તકેદારી રાખવા DDO શાલિની દુહાને સૂચના આપી.
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગામમાં માસ્ક પહેરવાના નિયમનું ચુસ્તપણે અમલ થાય તેની ખાસ તકેદારી રાખવા માટેની સૂચના જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને આપી છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વઘતું જાય છે. કોરોના વાયરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તાર અટકાવવાના ભાગ રૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રીની સૂચના અનુસાર માસ્ક પહેરવાના નિયમનો ચુસ્ત અમલ થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને માસ્ક પહેરવાના નિયમનો ચુસ્ત અમલ થાય તે માટે તલાટીઓને ખાસ સૂચના આપવા જણાવ્યું છે. તેમજ માસ્ક ન પહેરનાર પાસેથી રૂપિયા ૨૧૦/- દંડ પેટે વસૂલવા જણાવ્યું છે. જેમાંથી ૨૦૦/- દંડ પેટે તથા રૂ. ૧૦/- આપેલ માસ્કના લેવા જણાવ્યું છે. તેમજ તમામ તાલુકામાં આ અંગેની એક ટીમ બનાવવા માટે પણ તેમણે જણાવ્યું છે. તેમજ દંડ લેવામાં આવે તેની વિગતોનું દર અઠવાડિયાએ યાદી મોકલી આપવા પણ ખાસ સૂચના આપી છે.