ગાંધીનગર

“Happy Birthday RAFI-SAAHAB”નાં ફાઈનલ ઓડીસન-રાઉન્ડની સફળતા પૂર્વક ઉજવણી કરાઈ

મહાન પાશ્વગાયક સ્વશ્રી મોહમ્મદ રફી સાહેબની ૧૦૧-મી જન્મ જયંતી નિમિત્તે સ્વરાંજલી આપવા માટે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “મેરી આવાઝ સુનો” ‌(કરાઓકે-ક્લબ) દ્વારા “Happy Birthday RAFI-SAHAB” -(ધ કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૫) કાર્યક્રમનું ફાઈનલ ઓડીસન રાઉન્ડ તા.૧૮-૧૨-૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ સાંજે ૭-૦૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, કુડાસણ, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર, અમદાવાદ તેમજ આજુ-બાજુનાં શહેરના સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજ(નિર્ણાયક) તરીકે શ્રી ચિરાગ દેસાઈ (વોઈસ ઓફ મો.રફી સાહેબ) તેમજ રફી-ભક્ત તરીકે જાણીતા શ્રી ઉમેશ માખીજા મુખ્ય-મહેમાન તરીકે‌ હાજરી આપી કાર્યક્રમને ખુબજ સફળ બનાવ્યો હતો. તેમજ ગાંધીનગરનાં વોઈસ ઓફ મો.રફી તરીકે જાણીતા શ્રી શ્રવણકુમાર પરમાર એ આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધાનું તમામ સંચાલન (એન્કરીંગ) શ્રી બીજોય પ્રતાપ તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો દ્વારા “An Evening in Gandhinagar” ટાઈટલ હેઠળ તા.૨૭-૧૨-૨૦૨૫ (શનિવાર)નાં રોજ સાંજે ૮-૪૫ કલાકે ટાઉન હોલ, સેકટર-૧૭, ગાંધીનગર ખાતે સંગીત-સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય ગાયક તરીકે શ્રી ચિરાગ દેસાઈ, સહ ગાયક તરીકે શ્રીમતિ વર્ષા કુલકર્ણી, અને શ્રીમતી દીપાલી શાસ્ત્રી અને સંગીતકાર તરીકે શ્રી સંદીપ ક્રિશ્ચિયનની ટીમ દ્વારા મો.રફી સાહેબના કંઠે ગવાયેલા હિન્દી ફિલ્મનાં ગીતોની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે, તેમજ આ કાર્યક્રમનું તમામ સંચાલન (એન્કરીંગ) શ્રી અરવિંદ શુકલા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મો. રફી સાહેબની સ્પર્ધાનાં પરિણામની જાહેરાત કરવામાં આવશે, તેમજ પ્રથમ ૧૧-વિજેતા સ્પર્ધકોને મો. રફી સાહેબના કટ-આઉટ વાળી આકર્ષક ટ્રોફી આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *