રાજ્ય સરકારનો યુ-ટર્ન : રાજ્યમાં યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ
ગાંધીનગર :
ગુજરાતમાં આવતીકાલથી શરૂ થતી GTU સહિતની તમામ પરીક્ષાઓ કેન્સલ, કેન્દ્રએ કર્યો આદેશ
ગુજરાતમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. જેની જાણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. પણ સરકારનાં આ નિર્ણયની જાહેરાતનાં થોડા જ કલાકોમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે આદેશ કર્યો હતો. કેન્દ્રનાં શિક્ષણ સચિવે આદેશ કરતાં રાજ્ય સરકારે માત્ર 2 કલાકમાં જ પોતાના નિર્ણય પર યુ ટર્ન લઈ લીધો હતો. આમ એવું કહી શકાય કે સરકારમાં નાટક ચાલી રહ્યું છે. બપોરે જાહેર કરે પરીક્ષા લેવાશે. સાંજ થતાં તમામ પરીક્ષા રદની જાહેરાત કરાય.