ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની જુલાઇના અંતમાં એકમ કસોટી લેવાશે : જીસીઇઆરટી નિયામક
ગાંધીનગર :
કોરોનાના સંક્રમણને કોરોના સંક્રમણને પગલે સીબીઇએસસી અને યુનિવર્સિટીઓની પરીક્ષા હજુ લેવાઇ નથી. જીટીયુની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જ્યારે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાનો આદેશ કર્યો છે. જેના માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે જઇને પેપર આપવાનું રહેશે. આથી શિક્ષકો કોરોના સંવાહક બની રહેવાની શક્યતા રહેલી છે.
ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીની ગુજરાતી, પ્રથમભાષા અને ગણિત વિષયની પરીક્ષા તારીખ 29મી, જુલાઇ અને તારીખ 30મી, જુલાઇના રોજ લેવામાં આવશે
જૂન માસ બાદ જુલાઇ માસમાં પણ કોરોનાના કેસ અટકવાનું નામ લેતા નથી. કોરોના સંક્રમણને રોકવા માટે જીટીયુ દ્વારા લેવાનાર પરીક્ષાઓને રદ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાનો જીસીઇઆરટીના નિયામકે આદેશ કર્યો છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવા માટે શિક્ષકોને આપેલા પેપરની કોપીને વિદ્યાર્થીઓના ઘરે પહોંચડવાની રહેશે. ત્યારબાદ વાલી અને વિદ્યાર્થીઓની અનૂકુળતાએ તેમજ વાલીની દેખરેખ હેઠળ વિદ્યાર્થી કસોટી આપશે. આથી આવી કસોટીની શુદ્ધતા પણ જળવાશે નહી ઉપરાંત તે મૂલ્યાંકન કેટલા ટકા સચોટ હશે તે તો આગામી સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીની ગુજરાતી, પ્રથમભાષા અને ગણિત વિષયની પરીક્ષા તારીખ 29મી, જુલાઇ અને તારીખ 30મી, જુલાઇના રોજ લેવામાં આવશે.
વિદ્યાર્થીઓની એકમ કસોટી લીધા બાદ વાલીએ તારીખ 31મી, જુલાઇ સુધીમાં શાળામાં મોકલી આપે તેવું આયોજન કર્યું છે. જોકે એકમ કસોટી માટે શિક્ષકો બાળકોના ઘરે ઘરે પ્રશ્નપત્ર આપવા જશે તો કોરોના સંવાહક બની રહેવાની શક્યતા રહેલી હોવાનું ખુદ શિક્ષકોએ નામ નહી આપવાની શરતે જણાવ્યું્ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને પગલે સીબીઇએસસી અને યુનિવર્સિટીઓની પરીક્ષા હજુ લેવાઇ નથી. ત્યારે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાથી બાળકો કોરોનાનો ભોગ બનવાની શક્યતા શિક્ષકોએ વ્યક્ત કરી છે.