વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ સંચાલિત આરાધના વિદ્યાવિહાર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા ઓનલાઈન ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
ગાંધીનગર :
વાલીઓને તેમના બાળકોની તેમજ શાળા વિશે માહિતી આપવા તથા વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ખ્યાલ આપવા માટે ‘વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ’ માં દર વર્ષે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. સ્કૂલ ફેકલ્ટીઝ દ્વારા શાળાના વિઝન-મિશન, અભ્યાસક્રમ, શાળાની પ્રણાલીઓ, શૈક્ષણિક પદ્ધતિઓ અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરી ગૌરવપૂર્ણ ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવવા જે પ્રયાસ કરી રહ્યા છે તે વિશે માહિતી આપી હતી. વાલીઓને શિક્ષકો દ્વારા નિયમિતપણે આપવામાં આવતા ‘હોમ લર્નિંગ કોન્સેપ્ટ’ અને તેમાં તેની ભૂમિકાઓ તથા તેમાં વાલીઓને યોગદાન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ દ્વારા માતા-પિતાને વિદ્યાર્થીઓ હાલમાં શું શીખી રહ્યા છે અને ભવિષ્યમાં તે તેમને કેવી રીતે મદદ કરશે તે અંગે વિચાર પ્રદાન કરવામાં આવ્યું હતું. ભણાવવામાં આવતા દરેક વિષયો વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઓનલાઈન ઓરીએન્ટેશન પ્રોગ્રામ માં બાળકો તથા વાલીઓએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયો હતો.