રત્નકલાકારોને સહાય માટે આર્થિક પેકેજ આપવા આવેદન અપાયુ
સુરત :
હીરા એકમો બંધ છે, રત્નકલાકારોને સહાય માટે આર્થિક પેકેજ આપવા ૧૨ ધારાસભ્યોને આવેદન અપાયુ સુરત શહેરના હીરા એકમો બંધ છે. વરાછાના ચોકસી અને મિની બજાર બંધ છે મહિધરપુરામાં પણ ૧૫ ટકા જેટલું કામકાજ ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માટે શહેરના ૧૨ એ ૧૨ ધારાસભ્યોને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છેરત્નકલાકાર વિકાસ સંદ્ય દ્વારા અગાઉ જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવાયું હતું કે, લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારના પરિવારને રૂ.૫ લાખની સહાય કરાય છે. તો રત્નકલાકાર જે હીરો તૈયાર કરે છે તેના વેચાણથી દેશને રેવેન્યુ મળે છે. કોરોનાનો ભોગ બનનાર રત્નકલાકારને આર્થિક સહાયની સાથો-સાથ વેપારી વર્ગની જેમ રત્નકલાકારો માટે અલગથી ૧૦૦૦ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેમજ રત્નકલાકારોના પગારમાંથી દર મહિને રૂ.૨૦૦ લેખે કાપવામાં આવતાં વ્યવસાય વેરામાંથી પણ મુકિત આપવા માટે ૨ સાંસદો સહિત ૧૨ ધારાસભ્યોને આવેદન આપી રત્નકલાકાર વિકાસ સંદ્યે રત્નકલાકારોને સ્થિતિ સુધારવા માંગ કરી છે.