શાળાઓ ન ખુલે ત્યાં સુધી માત્ર સરળ હપ્તેથી ટ્યૂશન ફી લેવાનો હાઈકોર્ટે કર્યો આદેશ
અમદાવાદ :
ઓનલાઈન શિક્ષણ બાબતે હાઇકોર્ટે આજે મહત્વ નો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે સ્કૂલોની સંપૂર્ણ ફી માફીનો નિર્ણય વધુ પડતો છે સરકારી સ્કૂલ સંચાલકો સાથે વાટાઘાટો કરી સૌના હિતમાં નિર્ણય લઇ ટ્યુશન ફી મુદ્દે નવો ઠરાવ પ્રસિદ્ધ કરે. હાઇકોર્ટ એ રાજ્ય સરકાર ને ફી મુદ્દે નવો પરિપત્ર બહાર પાડવા આદેશ કર્યો છે.. સાથે જ કહ્યુ છે કે સંચાલકો અને વાલીઓ નું હિત જળવાઈ રહે તે મુજબનો પરિપત્ર રાખવા સરકાર ને ટકોર કરી છે. સંચાલકો ફી અંગે સરળ હપ્તા ની વ્યવસ્થા કરે અને ટયુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે તેવું પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. ફી અંગેના સરકારના નિર્ણયને સંચાલકોએ માં પડકાર્યો હતો તેને લઈને અગાઉ જ્યાં સુધી સ્કુલ ન ખુલે ત્યાં સુધી ફી ન લેવાના સરકાર ના પરિપત્ર ને હાઇકોર્ટ એ રદ્દ કર્યો હતો. હવે વાલીઓ અને સંચાલકો ને સરકાર સાંભળીને આગામી દિવસોમાં કોર્ટમાં નવો પરિપત્ર સરકાર રજૂ કરશે. વાલી મંડળ તરફથી આ પિટિશન હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી.. વાલી મંડળના વકીલ વિશાલ દવે એ હાઈકોર્ટના નિર્ણયને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ગણાવ્યો હતો.
ઓનલાઇન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને સરકાર અનુસરશે. વાસ્તવિક રીતે શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ શાળાઓ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરી માં નાના બાળકો માટે રીશેષ સાથેના બે શેસન રાખવા તાકીદ કરાઈ છે. પ્રિ-પ્રાઇમરી માં ઓનલાઇન શિક્ષણ ને લઈને વાલીઓને હાજરી આપવા સાથે ૩૦ મિનિટ ઓનલાઇન શિક્ષણ આપી શકાશે. માધ્યમિક માટે રિશેશ સાથેના ચાર શેશન રાખવા તાકીદ કરાઈ છે. શાળાઓ એ પ્રી રેકોરડેડ મટીરીયલ મોકલવાનું રહેશે. 30 થી 60 મિનિટ બાદ રીશેષ રાખવી ફરજિયાત રહેશે. રાજ્ય સરકારના પરિપત્રને કોર્ટે માન્ય રાખ્યો છે જો કે તેમાં સંપૂર્ણ ફી માફી ના રહેલા મુદ્દાને લઈને સરકારને નવો પરિપત્ર જાહેર કરવા કહ્યું છે અને તે માટે શાળા સંચાલકો સાથે બેસી સમાધાનકારી વલણ અપનાવવા તથા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો ના હિતમાં નિર્ણય લેવા હાઈકોર્ટે કહ્યું છે.