ગાંધીનગરગુજરાત

ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા તંત્રે કામે લાગ્યું, મંગાવશે 1 લાખ સૂચન

ગાંધીનગર:માર્ચ 2017માં પાટનગરના સ્માર્ટ સિટીની કેન્દ્ર સરકારની યોજનામાં સામેલગીરી માટે મહાપાલિકા તંત્ર 3જી વાર કામે લાગ્યું છે. નવેસરથી દરખાસ્ત તૈયાર કરતાં પહેલા નગરવાસીઓના સુચનો મેળવવા આવશ્યક છે અને તેના સંબંધે સોમવારે પ્રથમ સેમિનાર યોજાયો તેમાં 1 લાખ સુચન મેળવવા નિર્ણય કરાયો હતો. જો કે ખાટલે મોટી ખોટ એ વ્યક્ત કરાઇ હતી કે, રૂપિયા 1 હજાર કરોડના વિવિધ કામ કરવા માટે મહાપાલિકા પાસે જમીન અને તંત્ર તો નથી જ, પરંતુ માત્ર ગાંધીનગર માટે કામ કરતાં પાટનગર યોજના વિભાગ પાસે પણ પર્યાપ્ત તંત્ર નથી.
કેન્દ્ર સરકાર 100 કરોડ અને રાજ્ય સરકાર 100 કરોડ આપશે
જો કેન્દ્ર સરકાર ગાંધીનગરને સમાર્ટ સિટી માટે પસંદ કરી લે તો દર વર્ષ કેન્દ્ર સરકાર 100 કરોડ અને રાજ્ય સરકાર 100 કરોડ આપશે અને આ સીલસીલો 5 વર્ષ ચાલશે. ત્યારે સેમીનારમાં મહાપાલિકાના સિટી ઇજનેર ભરત પંડ્યાએ જણાવ્યું કે મહાપાલિકા પાસે પોતાની માલિકીની જમીન નહીં હોવાથી તૈયાર કરાતી બજેટની યોજનાઓ પણ કાગળ પર રહે છે અને પાટનગર યોજના પાસે પણ હવે પર્યાપ્ત તંત્ર રહ્યું નથી. સેમિનારમાં નગર આગેવાન અરૂણભાઇ બુચે તો તિખો સવાલ કરતાં કહ્યું હતું કે અગાઉ અપાયેલા સુચનો સંબંધે શું કામ કરાયા છે.
સેમિનારમાં સવાલો ઉઠ્યા
કોર્પોરેટર નાજાભાઇ ઘાંઘરે યુવાનો માટે ફીટનેશ સેન્ટર ઉભા કરવા અને બાળકો માટે ક્રિડાંગણની વધુ સુવિધા આપવા, વેપારી વિનોદ ઉદેચાએ સરકારી આવાસોની જેમ શોપિંગ સેન્ટરમાં કલર કોડ રાખવા અને શોપિંગની દુકાનોમાં કોટયાર્ડના બાંધકામની મંજુરી આપવા, કોર્પોરેટર ધીરુભાઇ પર ડોડિયાએ શહેરની 15 ટકા જેટલી વેસ્ટ લેન્ડનો આર્યુવેદિક ઔષધિ ઉગાડવા ઉપયોગ કરવા અને તે પ્રકારે રોજગારી સાથે લોકોનું સ્વાસ્થ્ય સાચવવા સુચન કર્યા હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x