આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના ના લીધે ઓક્સિજનની માંગ વધતા હવે માત્ર ૫૦% સુધીનો જ ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે.

ગાંધીનગર :

કોવિડ-૧૯ની મહામારી અંતર્ગત તાજેતરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મેડીકલ ઓક્સીજન ખુબ જ મહત્વપુર્ણ છે એટલું જ નહી આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડીકલ ઓક્સીજનની માંગ ખુબ જ વધી છે. આવા સંજોગોમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા રાજ્યમાં વિશેષ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો જ ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે. તે ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ ૧૮૮ મુજબ છ મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નર શ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.

શ્રી કોશિયાએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્યમાં મેડીકલ ઓક્સીજનનો હાલમાં વપરાશ આશરે ૨૫૦ ટન જેટલો છે અને મેડીકલ ઓક્સીજનના લાયસન્સ ઉત્પાદકો કુલ ૫૨ (બાવન) છે. તેમજ રાજ્યમાં ઔધોગિક ઉત્પાદન કરતા ઉત્પાદકો આશરે ૫૦ (પચાંસ) કાર્યરત છે. મેડીકલ ઓક્સીજનની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડીને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા છે. જે અન્વયે ગુજરાત રાજ્યના ઓક્સીજનના ઉત્પાદકોએ કોરોનાની મહામારીને પહોંચી વળવા તેઓની મહત્તમ ક્ષમતા મુજબ અવિરતપણે ઓક્સીજનનુ ઉત્પાદન કરવાનુ રહેશે. તેઓના કુલ ઉત્પાદનના ૫૦% ઓક્સીજન ફરજિયાતપણે મેડીકલ ઓક્સીજનના ઉત્પાદન માટે ફાળવવાનો રહેશે.

ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે. આમ, છતા અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ ૧૮૮ મુજબ કસુરવારો સામે છ મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે જેની અમલવારી માટે કડક ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ શ્રી કોશિયાએ જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x