ગાંધીનગરમાં પત્રકારના મકાનમાં રૂપિયા 2.12 લાખની સફાઈ કરી નાખતા તસ્કરો.
ગાંધીનગર :
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે હવે તસ્કરોએ તંત્રને ચેલેન્જ કરી હોય તેમ એક પત્રકાર પોતાના કામથી અમદાવાદ એક દિવસ માટે ગયેલા ત્યારે ચોર લોકોએ મકાનની બારીની ગ્રીલ તોડી ને 2 ટીવી, સોનાની ચેન, 10 જોડી નવા કપડાં લઈ ગુમ થઈ ગયા છે તે અંગેની ફરિયાદ અત્રેના સેક્ટર 21 ના પોલીસ સ્ટેશન ખાતે નોધાઈ છે.
આ બાબતેની પ્રાપ્ત માહિતી અનુસાર સેક્ટર 19 માં બ્લોક નંબર 285-1 ઘ ટાઈપનુ મકાન આવેલ છે જેમાં પત્રકાર ભરતકુમાર વ્યાસ રહે છે અને દૈનિક પેપર ચલાવે છે. તેઓની ફરિયાદ અનુસાર મંગળવારે સાંજે પોતાનું મકાન બંધ કરીને અમદાવાદ ગયા હતા. અને બુધવારે તેમને એક પત્રકાર દ્વારા ફોન દ્વારા જાણ કરતાં તેઓ તાત્કાલિક ગાંધીનગર પોતાના મકાન પર દોડી ગયા હતા. જ્યાં તેમના મકાનનો આગળનો દરવાજો વ્યવસ્થિત સલામત હતો.ઘરમા જઈને જોયું તો બધું વેર વિખેર હતું. 2 ટીવી,10 જોડી નવા કપડાં,સોનાની ચેઈન નંગ 1, જેની મળીને કિંમત રૂપિયા 2.12 લાભ થાય છે. તે તસ્કરો ઉઠાવી ગયા હતા. મકાનમા પાછળના ભાગે આવેલ રસોડાની બારીની ગ્રીલ તૂટેલી હતી જેની જગ્યા એક ફુટ જેટલી હતી તેમાં પાતળો ઈસમ ઘુસી શકે કે નાનો છોકરો ઘુસી શકે. ફરિયાદ નોંધાયા બાદ આજદિન સુધી પોલીસ ચોરોનુ પગેરું શોધી શકી નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે રાજ્યમાં સૌથી સલામત ગાંધીનગર ગણાય ત્યાં પણ સલામતી નથી તેવુ આમ લોકોમા ચર્ચા ઉઠવા પામી છે અને તેમાં પણ પત્રકાર મકાનમાં ચોરી થવા પામી છે.