ગાંધીનગર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો
ભારત વર્ષના ૬૮ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગાંધીનગર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય,સેક્ટર-૨૨,ગાંધીનગર ખાતે સવારે ૯ વાગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી સૂર્યસિંહ ડાભી,પ્રદેશ પ્રવક્તા નિશિત વ્યાસ,વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની ઉપસ્થિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ડૉ. કૌશિક શાહએ તિરંગો ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે શ્રી વિક્રમસિંહ ખાચર,તેજાભાઈ રબારી,ચીમનભાઈ વિંઝુડા,વિનાબેન વાઘેલા,લલીતાબેન ઠાકોર,મગનભાઈ પરમાર,રાકેશ જાની,જીતેન્દ્રસિંહ સોલંકી,જગતસિંહ ઝાલા,વિષ્ણુભાઈ પટેલ,અશ્વિન સુહાન,જશીબેન શ્રીમાળી સહિત અનેક આગેવાનો ધ્વજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકો સર્વશ્રી મુકેશ મારૂ અને ગાંડાજીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ. તેવું જિલ્લા કોંગ્રેસ અખબારી યાદીમાં જણાવાયુ છે.