ગુજરાત

ગુજરાત હોઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદા ગુજરાતીમાં મુકાશે

જસ્ટિસે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ગુજરાતમાં ઉપલબ્ધ થશે. ગુજરાત હોઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદા ગુજરાતીમાં મુકાશે. જેનાથી કોઈ પણ વ્યક્તિ માટે સરળતા રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આ નિર્ણયથી પક્ષકાર અને જાહેર જનતાને ફાયદો થશે. ગુજરાતના 38 વર્તમાન અને 20 ભૂતપૂર્વ ધારાસભ્યો તથા 1 વર્તમાન સાંસદ સહિત કેરળના વાયનાડથી ચુંટાયેલા સાંસદ રાહુલ ગાંધી પર ગુજરાતની કોર્ટમાં ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે અમદાવાદ સહિત રાજ્યની તમામ કોર્ટને આદેશ કર્યો છે કે,
વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્યો અને સાંસદો સામેના પડતર ફોજદારી કેસની સુનાવણી દરરોજ કરો અને તેના પર વહેલામાં વહેલી તકે નિર્ણય લઈને નિકાલ કરો. જે કોર્ટમાં આ કેસોની દરરોજ સુનાવણી થશે તેના પર મોનિટરીંગ કરાશે. દરેક કોર્ટમાં કેસની ચાલતી સુનાવણી અને જો કેસની સુનાવણી મુલતવી રહે છે, તો ક્યાં કારણોસર તે મુલતવી રહી છે તેના ઉલ્લેખ સાથેનો પ્રોગ્રેસ રિપોર્ટ દર પંદર દિવસે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
આ બાબતને અનુલક્ષીને કયાં વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે તે અંગેની યાદી બનાવીને હાઈકોર્ટે રાજ્યની તમામ કોર્ટને મોકલી આપ્યા છે. મહત્વનુ છે કે, સુપ્રીમ કોર્ટે એક સિવિલ રિટ અરજીની સુનાવણી સમયે દેશના તમામ રાજ્યોના હાઈકોર્ટને નિર્દેશ આપેલો છે કે, રાજ્યોની કોર્ટમાં વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્યો અને સાંસદ સામે ફોજદારી કેસ પડતર હોય તેના પર દરરોજ સુનાવણી કરીને તેનો જલદીથી નિકાલ કરો. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ આદેશ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x