ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિયાન” અંતર્ગત ગુજરાતભરના કલેકટરશ્રીઓને આવેદનપત્ર પાઠવી આપવામાં આવ્યું
ગુજરાતમાં 40 લાખથી પણ વધુ સંખ્યાબળ ધરાવતા પ્રજાપતિ-કુંભાર જ્ઞાતિ-સમાજને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા હળહળતા અન્યાય સામે પ્રજાપતિ સમાજના પ્રબુદ્ધ નાગરિકોએ બાંયો ચડાવી છે.
“ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિયાન” અંતર્ગત આજ રોજ ગુજરાતભરના તમામ જિલ્લાના કલેકટરશ્રીઓને આવેદનપત્ર પાઠવી આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ . “પ્રજાપતિ એકતા મંચ” અને “ગુજરાત પ્રજાપતિ મહાએકતા સંગઠન” ના સંયુક્ત ઉપક્રમે તા. 24/01/2017 ને મંગળવારના રોજ બપોરે 13:00 કલાકે જિલ્લા સેવા સદન ખાતે માનનીય કલેકટરશ્રીને પ્રજાપતિ સમાજની સમસ્યાઓ-વ્યથાઓ-વિટંબણાઓ-ફરિયા
સદર કાર્યક્રમમાં ચેતનભાઈ એલ. પ્રજાપતિ, દથરથભાઈ એન. પ્રજાપતિ, ઈશ્વરભાઈ આર. પ્રજાપતિ, વિષ્ણુભાઈ જી. પ્રજાપતિ, જયેશભાઈ જી. પ્રજાપતિ, મધુબેન બી. પ્રજાપતિ, મનિષાબેન પ્રજાપતિ વગેરે પ્રતિનિધિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એમ એક અખબારી યાદીમાં ગાંધીનગર જિલ્લા મહામંત્રીશ્રી રાકેશ પ્રજાપતિ “રાહી” જણાવે છે.