ગાંધીનગરગુજરાત

સોજા હાઈસ્કૂલના ઉપક્રમે પ્રજાસત્તાક ત્રિવિધ કાર્યક્રમ

કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સેવાભાવી સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના ઉપક્રમે આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સોજા કેળવણી મંડળના પ્રમુખશ્રી નારાયણભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત સદર કાર્યક્રમમાં નિવૃત્ત આર. ટી. ઓ. ઈન્સ્પેકટરશ્રી જીતેન્દ્રપ્રસાદ રાવના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના તાજેતરમાં નિવૃત્ત થયેલ સારસ્વતમિત્રો શ્રીમતી સવિતાબેન ઠાકોર અને પ્રહલાદભાઈ પટેલને સન્માનિત-અભિવાદિત કરવાનો કાર્યક્રમ પણ ખૂબ જ ભાવુક બની રહ્યો હતો.
શાળાના ધોરણ ૧ થી ૧૨ ના ઝળહળતા તેજસ્વી તારલાઓને દાતાશ્રી સી. કે. પટેલ (અ. નિ. સ. શાસ્ત્રીશ્રી દેવચરણદાસજી મેમોરિયલ ફાઉન્ડેશન, અમદાવાદ) અને શ્રી મનુભા ભવાનજી વાઘેલા (ઉદય ફાયનાન્સ & કુળદેવી ડેવલપર્સ-અમદાવાદ) ના વરદ હસ્તે સ્મૃતિ પારિતોષિક વિતરણ કરવામાં આવેલ.
શાળાના પૂર્વ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યેતા ભાઈ-બહેનો દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
સદર કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે શ્રી મથુરભાઈ એન. પટેલ (ગણેશ વુડન ઈન્ડસ્ટ્રીઝ, દહેગામ) બિરાજમાન રહ્યા હતા.. અતિથિવિશેષશ્રી તરીકે શ્રીમતી કોકીલાબેન ભાનુપ્રસાદ પંડયા, નરેન્દ્રસિંહજી વાઘેલા(ભોજનદાતાશ્રી), શ્રી અશોકભાઈ કે. પટેલ (પેન અને ચોકલેટના દાતાશ્રી) શ્રી મોતીભાઈ પ્રજાપતિ (સરપંચશ્રી) અને કારોબારી સમિતિના સદસ્યશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, સુવ્યવસ્થિત, અભિપ્રેરક, અવિસ્મરણીય, રોમાંચક, અનુકરણીય, પ્રશંસનીય બની રહ્યો હતો એમ એક અખબારી યાદીમાં શાળાના શિક્ષકશ્રી રાકેશ પ્રજાપતિ “રાહી” જણાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x