રાજ્યમાં ગણતંત્ર દિવસની ઉજવણી, CM વિજય રૂપાણી સહિત નેતાઓએ તિરંગાને આપી સલામી
ગાંધીનગર
આજે 68મો પ્રજાસત્તાક દિવસ છે. ત્યારે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદ ખાતે થઈ રહી છે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,રાજ્યપાલ ઓપી કોહલી તથા અન્ય સ્થાનિક નેતાઓ હાજર રહેશે અને તિરંગાને સલામી આપી હતી
ત્યાર બાદ પરેડ ઉપરાંત જુદ જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ મહત્વનું છે કે ગત વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથમાં કરવામાં આવી હતી. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સલામી આપી હતી.
નોંધનીય છ કે આજે 68માં ગણતંત્રના દિવસે પૂરા દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ ખાતે તિરંગાને સલામી આપીને ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.