દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા હાથરસ પીડિતાને શ્રધાંજલિ આપવામાં આવી
આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા,શહેર કાયાઁલય ખાતે હાથરસ પીડિતાને શ્રઘ્ઘાજંલી આપવાનો કાયઁક્રમ યોજાયો. તાજેતરમાં યુ પી માં મનિષા વાલ્મિકી સાથે થયેલા હત્યાના બનાવનો સખ્ત વિરોઘ કરતા આામ આદમી પાર્ટી દહેગામ તાલુકા ,શહેરના હોદ્દેદારો, કાયઁકતાઁઓ એ કેન્ડલ માચઁ દ્વારા હાથરસ પીડિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રદ્ધાંજલિ કાયઁક્રમમાં ગાંઘીનગર જીલ્લા પ્રમુખ ભદ્રેશભાઇ પટેલ, ઉપ. પ્રમુખ ગુણવંતભાઇ પટેલ, ઉપ.પ્રમુખ સુરેશભાઇ પટેલ, ઉપ.પ્રમુખ સંજયભાઇ ત્રીવેદી ગાંઘીનગર જીલ્લા મહિલા પ્રમુખ સીમાબેન કવી દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટ, દહેગામ તાલુકા મહિલા પ્રમુખ નયનાબેન વણકર, દહેગામ તાલુકા મહિલા ઉપ.પ્રમુખ મીનાબેન મહેતા, દહેગામ તાલુકા માયનોરીટી સેલ મહિલા પ્રમુખ સાજેદાબેન મેમણ, દહેગામ તાલુકા મંત્રી પ્રવિણસિંહ ચૌહાણ, દહેગામ તાલુકા માયનોરીટી સેલ પ્રમુખ ઇકબાલ હુસેન ચૌહાણ, હિરેન સોની દહેગામ શહેર પ્રમુખ, સોસીયલ મિડીયા સેલ કન્વીનર ધ્રુવલ રાવલ, દહેગામ શહેર મહિલા પ્રમુખ રંજનબેન વાઘેલા, વિગેરે હોદે્દારો, કાયઁકતાઁઓ હાજર રહ્યા હતા.
મનિષા વાલ્મિકી ના આત્માને શાંતિ મળે તેવી પ્રાથઁના કરી હતી. અને ગુનેગાર ને કડક માં કડક સજા મળે તેવો સંદેશ આ કાયઁક્રમ દ્વારા સરકારને પહોચાડ્યો હતો. આ શ્રદ્ધાંજલિ કાયઁક્રમમાં હાજર રહેવા બદલ “આપ” ના દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટે સર્વેનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.