રાષ્ટ્રીય

જાહેર સ્થળો પર અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન ન કરી શકાય: સુપ્રિમ કોર્ટ

નાગરિકતા સંશોધન કાયદોના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં થયેલા પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જાહેર સ્થળો પર અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન ન કરી શકાય. ભલે પછી તે શાહીનબાગ હોય કે કે અન્ય કોઈ સ્થળ.કોર્ટે જણાવ્યું કે ચોક્કસ સ્થળોએ જ ધરણા પ્રદર્શન કરવું જોઈએ. આવવા જવાના અધિકારને રોકી ન શકાય. વિરોધ પ્રદર્શન અને અવરજવરના અધિકારમાં સંતુલન જરૂરી છે. ડિસેમ્બર 2019માં કેન્દ્ર સરકારે સંસદમાં નાગરિકતા સંશોધન એક્ટ પસાર કર્યો હતો.

જેના હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવનાર ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ કાયદાને ધર્મના આધારે નાગરિકોને વહેંચવાનો આરોપ લગાવીને દિલ્હીના શાહીનબાગથી લઈને દેશના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. શાહીન બાગમાં ડિસેમ્બરથી માર્ચ સુધી કોરોના લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સાર્વજનિક જગ્યાઓ પર, રસ્તાઓ પ અનિશ્ચિત સમય સુધી કબ્જો ન કરી શકાય. માત્ર નક્કી સ્થળોએ જ પ્રદર્શન થવું જોઈએ.

કોર્ટે એ પણ કહ્યું કે અવારજવારનો અધિકાર અનિશ્ચિત સમય સુધી ન રોકી શકાય. કોર્ટે એ પણ કહ્યું કે સાર્વજનિક બેઠકો પર પ્રતિબંધ ન લગાવી શકાય. પરંતુ તે ચોક્કસ વિસ્તાર સુધી રહેવો જોઈએ. સંવિધાન વિરોધ કરવાનો અધિકાર આપે છે પરંતુ તેને સમાન કર્તવ્યોની સાથે પણ જોડવો જોઈએ. વિરોધ કરવાનો આધિકાર અવારજવાના અધિકાર સાથે સંતુલિત રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું કે વહીવટી તંત્રએ રસ્તો જામ કરી પ્રદર્શન કરી રહેલા લોકોને હટાવવા જોઈએ, કોર્ટના આદેશની રાહ ન જોવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x