રાજ્યમાં હવે ખાનગી લેબ પણ રેપીડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે
ગુજરાતમાં અત્યાર સુધીમાં 48 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો અત્યાર સુધીમાં 1,46,673 કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાંથી 1,26,657 દર્દીઓ સાજા થયા અને 3,531 દર્દીઓના મોત થયા. જેને લઇને હાલ રાજ્યમાં 16,485 એક્ટિવ કેસ છે. તેવામાં હવે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના એન્ટિબોડી ટેસ્ટને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે ખાનગી લેબ પણ રેપીડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે. પરંતુ તેના માટે કેટલાક નિયમો, મંજૂરી અને ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.ભારતમાં કોરોના વાયરસના કેસ 67 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 51,385 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,311 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. તો અત્યાર સુધીમાં રાજ્યની સરકારી લેબમાં કુલ 48,06,040 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે કોરોનાના એન્ટિબોડી ટેસ્ટને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી સરકારી લેબમાં થતો કોરોનાનો રેપીડ એન્ટિબોડી ટેસ્ટ હવે રાજ્યની તમામ ખાનગી લેબ પણ થઇ શકશે. રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીઓને પણ મંજૂરી આપી છે.ખાનગી લેબોરેટરીઓએ સરકાર પાસે મંજૂરી માંગી હતી. ત્યારબાદ આજે રાજ્ય સરકારે ખાનગી લેબમાં રેપીડ એન્ટિબોડી ટેસ્ટને મંજૂરી આપી દીધી છે. જોકે લેબની યોગ્યતા તપાસણી બાદ લેબને મંજૂરી મળશે. આ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને મનપાને મંજૂરીની જવાબદારી સોંપવામાં આવી છે. દિવસમાં કરેલા ટેસ્ટની વિગતો મનપાને ફરજિયાત આપવી પડશે.
જેના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ELISA એન્ટિબોડી ટેસ્ટના લેબમાં 450 રૂપિયા નક્કી કરાયા છે. તો ELISA એન્ટીબોડી ઘરે કરાવવાના 550 રૂપિયા નક્કી કરાયા છે. જ્યારે CLIA એન્ટીબોડી ટેસ્ટના લેબમાં 500 રૂપિયા નક્કી કરાયા છે. તો CLIA એન્ટીબોડી ઘરે કરાવવાના 600 રૂપિયા નક્કી કરાયા છે.
રાજ્યમાં કોઈપણ લેબોરેટરી નક્કી કરેલા ભાવથી વધારે કિંમત નહીં વસૂલી શકે. RT-PCR ટેસ્ટની મંજૂરી પ્રાપ્ત લેબોએ પણ આ માટે મંજૂરી લેવી પડશે. ICMRની માન્યતા પ્રાપ્ત એન્ટિબોડી ટેસ્ટ કીટનો ઉપયોગ કરવો પડશે. સાથે માન્યતા પ્રાપ્ત લેબોરેટરીએ સરકારની ગાઈડલાઈન અનુસરવી પડશે. દિવસમાં કરેલા ટેસ્ટની વિગતો મનપાને ફરજિયાત આપવી પડશે. MD પેથોલોજીસ્ટ, MD માઇક્રોબાયોલોજીસ્ટની લેબમાં ઉપલબ્ધતા ફરજિયાત રહેશે.