ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ ફેબુ્રઆરીના પ્રથમ અઠવાડીયામાં રજૂ થશે

ગાંધીનગર, શુક્રવાર તા. 27 જાન્યુઆરી 2017
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં આગામી વર્ષમાં થનારા વિકાસ કામો માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત નવા વર્ષ ૨૦૧૭-૧૮નું ડ્રાફ્ટ બજેટ ફેબુ્રઆરી મહિનાના પ્રથમ અઠવાડીયામાં સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવશે આ બજેટ ૨૦૦થી સવા બસ્સો કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે. સ્ટેન્ડીંગ કમિટિ આ ડ્રાફટ બજેટમાં સુધારાવધારા કરીને તેને સામાન્ય સભામાં મંજૂરી અર્થે મુકશે. નોંધવું રહેશે કે હાલ કોર્પોરેશનમાં બજેટલક્ષી બેઠકો શરૃ થઈ ગઈ છે.

ફેબુ્રઆરી મહિનો એટલે બજેટનો મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં તા.૧ ફેબુ્રઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે તો મહિનાના મધ્યમાં ગુજરાત સરકાર પણ બજેટ રજૂ કરવાની છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા પણ ફેબુ્રઆરીના પ્રથમ અઠવાડીયામાં ડ્રાફટ બજેટ રજૂ કરશે. મ્યુનિ.કમિશનર દ્વારા હાલ બજેટલક્ષી તૈયારીઓ શરૃ કરવામાં આવી છે.

ફેબુ્રઆરીની બીજી કે ત્રીજી તારીખે સ્થાયી સમિતિ સમક્ષ આ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે તેવું કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું છે. આ વખતે બસ્સોથી સવા બસ્સો કરોડની આસપાસ ડ્રાફ્ટ બજેટ રહેશે ત્યારબાદ સ્થાયી સમિતિ તેમાં જરૃરી સુધારા વધારાની દરખાસ્ત કરી તેને મંજુરી અર્થે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. બજેટમાં કોઈ નવા કરવેરા લાગુ કરવામાં આવે તેવા એંધાણ હાલ તો દેખાઈ રહયા નથી.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ શાસિત કોર્પોરેશનનું આ બજેટ રાહત આપનાર પણ બની રહે તેટલું જ નહીં શહેરમાં નવા મોટા વિકાસ કામોની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે તેમ છે. નોંધવું રહેશે કે કોર્પોરેશનનું બજેટ તૈયાર થાય છે પરંતુ સરકાર પાસેથી જમીન નહીં મળવાના કારણે બજેટમાં કરવામાં આવતી જોગવાઈઓ પુરી થઈ શકતી નથી માટે આ વખતના બજેટમાં સરકાર પાસેથી જમીન મળી શકે તેવા જ વિકાસ કામોની જાહેરાત કરવામાં આવે તેવું લાગી રહયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x