આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

સરદાર પટેલની ૧૪૫મી જન્મ જયંતી: વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

આજે ૩૧ ઓક્ટોબર એટલે ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર ૧૮૭૫માં થયો હતો. જ્યારે તેમનું અવસાન ૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં થયું હતું. દેશના એક રાજકીય તથા સામાજિક નેતા હતા. દેશની સ્વતંત્રતાની લડતમાં સરદાર પટેલે મહત્વનો ફાળો આપ્યો હતો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને દુનિયાભરમાં વલ્લભભાઈ પટેલ સરદારના હુલામણા નામથી સંબોધાય છે તેમજ તેમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. સરદાર પટેલની જન્મ જયંતીને આજે આખો દેશ એકતા દિવસ તરીકે પણ મનાવે છે આજે સરદાર પટેલની જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તે રાષ્ટ્રીય એકતાના અગ્રદૂત હતા. પ્રધાનમંત્રી એ ટ્વીટ કરી કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના અગ્રદૂત, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.
સરદાર પટેલની જન્મ જયંતી પર દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોહ પુરુષ સરદાર પટેલને ભાવસભર વંદન કર્યા હતા. તેમણે વંદન કરતા કહ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતી અવસરે ભાવસભર વંદન. તથા સૌ નાગરિકોને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ. વધુમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસ, લોખંડી નિર્ધાર અને રાષ્ટ્રની સમરસતાના આધાર એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી નિમિતે શત શત નમન.
પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની 145મી જન્મ જયંતીના અવસર પર એકતા દિવસ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા છે. દેશમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે આ પ્રસંગે વડાપ્રધાન મોદી રાજ્યના કેવડિયા ખાતે આયોજિત એકતા દિવસ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પિત કરી. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી આજે નર્મદા જિલ્લાના કેવડિયામાં છે, આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે તેમણે ગુજરાતમાં ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x