ગુજરાત

ગુજરાત વિસ પેટાચૂંટણી: 8 બેઠક પર સવારે 11 વાગ્યા સુધી 19 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે 3જી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 19 ટકા મતદાન થયું છે. કચ્છમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ગઈકાલે જ રાજ્ય ચૂંટણીપંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. 8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે.
મતદારો સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. એમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવાર વચ્ચે જંગ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x