ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી, કૂલ મૃત્યુઆંક વધીને 3859એ પહોંચ્યો.
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1495 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,97,412એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 13 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3859એ પહોંચ્યો છે. જ્યારે 1167 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 63,939 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 318, સુરત કોર્પોરેશન 213, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 91, મહેસાણા 60, ગાંધીનગર કોર્પોરેશન 57, રાજકોટ 54, સુરત 53, વડોદરા 39, ગાંધીનગર 37, કચ્છ 31, પાટણ 30, બનાસકાંઠા 28, જામનગર કોર્પોરેશન 25, પંચમહાલ 24, અમદાવાદ 23, ખેડા 23, સાબરકાંઠા 21, ભાવનગર કોર્પોરેશન 20, મહીસાગર 20, અમરેલી 17, સુરેન્દ્રનગર 16, આણંદ 15, અરવલ્લી 15, દાહોદ 15, જામનગર 15, જુનાગઢ 15, મોરબી 15, ગીર સોમનાથ 14, ભરૂચ 13, જુનાગઢ 12, તાપી 12, નર્મદા 8, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 4, ભાવનગર 3, બોટાદ 3, છોટા ઉદેપુર 3, પોરબંદર 2 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 13 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 8, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ભાવનગર 1, ગાંધીનગર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3859એ પહોંચ્યો છે.