આઇસીસીને ક્રિકેટમાં સ્વીચ હીટ પર પ્રતિબંધ લાદવા કોમેન્ટેટર ચેપલે સૂચન કર્યું
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન કોમેન્ટેટર ઇયાન ચેપલે આઇસીસીને ક્રિકેટમાં સ્વીચ હીટ પર પ્રતિબંધ લાદવાનું સૂચન કર્યું છે. ઇયાન ચેપલનું માનવું છે કે આ શોટ બોલર્સ અને ફિલ્ડિંગ કરનારી ટીમ માટે એકદમ અનુચિત છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં રમાઈ રહેલી વન-ડે ક્રિકેટ સિરીઝમાં ગ્લેન મેક્સવેલ અને ડેવિડ વોર્નરે ઘણી વાર સ્વીટ હીટનો ઉપયોગ કર્યો હતો. આ પ્રકારના શોટમાં બોલરના હાથમાંથી બોલ નીકળે તે સાથે જ બેટ્સમેન રિવર્સ સ્વીપ લગાવે છે. તે જમોડી હોય તો ડાબોડી અને ડાબોડી હોય તો જમોડી બનીને બેટિંગ કરે છે. આ પ્રકારના શોટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન નિષ્ણાત છે.
ઇયાન ચેપલે જણાવ્યું હતું કે મેક્સવેલ અને વોર્નરે વારંવાર આ પ્રકારના શોટ લગાવ્યા હતા. જો કોઈ બેટ્સમેન બોલ ફેંકાય તે અગાઉ તેનો હાથ બદલી નાખે છે તો તેને ગેરકાયદે શોટ ગણી લેવો જોઇએ. જો બેટ્સમેન પહેલેથી જ કહી દેતો હોય કે તે આ રીતે રમશે તો તે યોગ્ય રહેશે પરંતુ અન્યથા તે અનનુચિત ગણાવો જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે બોલરે તે કેવી રીતે બોલિંગ કરશે તે અંગે અમ્પાયરને કહેવું પડે છે પણ બેટ્સમેન મે હરીફ કેપ્ટને એ મુજબની ફિલ્ડિંગ ગોઠવી હોય છે હવે અચાનક તે સ્ટાઇલ ફેરવી નાખે તે યોગ્ય ગણાય નહીં. મને એ સમજાતું નથી કે બોલર અત્યાર સુધી આ અંગે ફરિયાદ કેમ કરતા નથી. ક્રિકેટના સંચાલકોએ આ પદ્ધતિ પર બ્રેક લગાવવી જોઇએ તેમ ચેપલે ઉમેર્યું હતું.