ગાંધીનગર

મેયરની પા.યો.ના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક : પાટનગરમાં રસ્તાના કામ 31મી માર્ચ સુધીમાં પૂર્ણ કરવા તંત્રની કવાયત

ગાંધીનગર:
પાટનગરમાં રસ્તા પણ આ શહેરની એક ઓળખ બની ચૂકેલા છે. ત્યારે છેલ્લા ચોમાસામાં સતત વરસાદી માહોલ દરમિયાન પાણી ભરાયેલા રહેવાથી નગરમાં વિવિધ સેક્ટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. રસ્તાના નવીનીકરણની કામગીરી ચોમાસુ ઉતરવાની સાથે જ મહાનગર પાલિકા દ્વારા ચાલુ કરાવવામાં આવી હતી. તેના સંદર્ભમાં શુક્રવારે મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા ગુરુવારે અધિકારીઓ સાથે બેઠક યોજીને થયેલી અને હાથ ધરવાની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. સાથે જ સેક્ટર 6, 7 8, 17, 19, 24, 25, 26 અને 27માં તાત્કાલિક ડામરકામ ચાલુ કરીને આગામી 15 દિવસથી લઇને તારીખ 31મી માર્ચ સુધીમાં તબક્કાવાર કામ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. અધિકારી સુત્રોએ સમયસર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
પાટનગર યોજના વિભાગના ઇજનેરોએ સમિક્ષા બેઠક દરમિયાન શહેરમાં પૂર્ણ થયેલા રસ્તાના કામ, ચાલુ કરવામાં આવેલા કામ અને હવે પછી હાથ ધરવાના કામ સંબંધમાં મેયરશ્રી રીટાબેન પટેલને સેક્ટરવાર માહિતગાર કર્યા હતાં. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવે અને સિટી ઇજનેર ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક દરમિયાન યોજાયેલી બેઠકમાં મેયરશ્રીએ રસ્તાના કામની ગુણવત્તા જળવાઇ રહે તે જોવા અધિકારીઓને ખાસ ટકોર કરી હતી.

:અંદાજે 75 કિલોમીટર લંબાઇમાં ડામર કાર્પેટ થશે:
પાટનગરના વિવિધ સેક્ટરમાં રસ્તાના નવીનીકરણ કરવા સંબંધમાં સિટી ઇજનેર ભરત પંડ્યાએ મેયરશ્રી રીટાબેન પટેલને જણાવ્યુ હતું કે દરેક સેક્ટરમાં રીંગ રોડ અને આંતરિક રોડ પર ડામર કાર્પેટ કરવાની કામગીરીમાં અંદાજે 75 કિલોમીટર લંબાઇમાં રસ્તા આવરી લેવામાં આવશે અને આ કામગીરી પાછળ રૂપિયા 15 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x