રાજકોટ એઈમ્સ મેડિકલ કોલેજની પ્રથમ બેચનો સુભારંભ
આજથી રાજકોટ એઈમ્સ મેડિકલ કોલેજની પ્રથમ બેચના અભ્યાસની શરૂઆત થઈ રહી છે. પ્રથમ બેચ માટે 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓનું ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વાગત કરવા માટે જોડાયા હતા. બંને મહાનુભાવો દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્વાગત કરાયું હતું. આ માટે 17 જેટલા શિક્ષકોની નિમણૂંક પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝિયોલોજી અને બાયોકેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. આજે શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો હતો.
રાજકોટમાં એઈમ્સ મેડિકલ કોલેજની પ્રથમ બેચનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એમબીબીએસ ની પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 50 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 17 શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વર્ચ્યુલ સ્વાગત હશે. પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, એઇમ્સ મેડિકલ કોલેજની પ્રથમ બેચ શરૂ કરવા બદલ તમામનો આભાર છે. મોદીજીએ ગુજરાતમાં મેડિકલ કોલેજ માટે નવી સોસાયટી બનાવી હતી. ગુજરાતની જનતા વતી હર્ષવર્ધનજીનો ખાસ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત વિકસિત રાજ્ય છે, પણ આરોગ્ય સુવિધા માટે એઇમ્સની જરૂર હતી.