Uncategorized

ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળનો છબરડો, ધોરણ-9ના પાઠ્ય પુસ્તક પર ધોરણ -11નું ટાઈટલ છાપી દીધું

ધોરણ-9ની ગુજરાતના પુસ્તક ઉપર ધોરણ-11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસનું ટાઇટલ ચડાવી દીધું હતું. પુસ્તકોને શાળાઓમાં આપ્યા બાદ ત્યાંથી પરત આવતા સમગ્ર છબરડો બહાર આવ્યો હતો. જોકે પાઠ્યપુસ્તક મંડળમાં પુસ્તકો પ્રિન્ટ કર્યા બાદ યોગ્ય પ્રુફની કામગીરી થતી નહી હોવાથી આવી ઘટના વારંવાર બની રહી હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓ માટે ભલે શાળાઓ બંધ રહી હતી. પરંતુ બાળકોને સમયસર પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે પહોંચડવાની ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળની કામગીરીને બિરદાવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ઘરે પુસ્તકો પહોંચતા કરવાની કામગીરી શિક્ષકોએ કરી હતી.રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તક આપવામાં આવે છે. પુસ્તક તૈયાર કરવાની કામગીરી જીસીઇઆરટી દ્વારા કરાય છે. પુસ્તકોના છાપકામ પહેલાં પ્રુફ રીડીંગ કર્યા બાદ પ્રિન્ટની કામગીરીમાં પણ રેન્ડમલી ચેક કરીને પ્રુફ તેમજ પ્રિન્ટીંગની તેમજ પુસ્તકના કવર સહિતની કામગીરીનું મૂલ્યાંકન કરાય છે. જોકે પુસ્તકના ટાઇટલ પુંઠામાં છબરડા પરથી ઓછી કિંમતના પુસ્તકો ઉપર મોંઘા પુસ્તકોના ટાઇટલ ચડાવી દેવાનું કૌભાંડ હોય તેમ લાગી રહ્યું હોય તેવી ચર્ચા મંડળના કર્મચારીઓમાં જોવા મળતી હતી. તપાસ બાદ સાચી હકિકત બહાર આવશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x