ગાંધીનગરગુજરાત

કોર્પોરેશન બજેટઃ ઓનલાઇન ટેક્સ ભરનારને 2% વળતર, માત્ર 69 લાખનો વધારો

gandhinagar-budget_148640

ગાંધીનગરઃ
ગાંધીનગર મહાપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં કોઇ નવા વેરા કે દરમાં વધારાની વાત નહીં હોવાથી સ્થાયી સમિતિને જશ મળે તેવું રહ્યું ન હતું. પરંતુ સોમવારે મળેલી બજેટ બેઠકમાં બે અપેક્ષિત સુધારા વધારા બજેટમાં કરાયા હતાં. તેમાં મિલકત વેરો ઓનલાઇન ભરનારા કરદાતાને 0.50 ટકાના બદલે 2 ટકા વળતર આપવા અને નગરસેવકોની ગ્રાન્ટમાં 1 લાખનો વધારો કરવાના મહત્વના નિર્ણય લેવાયા હતાં. સ્થાયી સમિતિ દ્વારા કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં કુલ 69 લાખનો વધારો કરાતાં હવે બજેટનું કદ વધીને 275.69 લાખ થયું છે.
મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી તરફથી રજુ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સુધારા, વધારા સંબંધે સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે બજેટના કદમાં કોઇ મોટો વધારો કરવામાં આવ્યો નથી. કેમ કે કમિશનર દ્વારા નવા કોઇ પ્રકારના કરભારણ સિવાય જ મહેસૂલી આવકમાં વધારો કરવાનો વિચાર અપાયો છે અને 45 કરોડ જેવી મોટી રકમ કેપિટલ બજેટમાં લઇ જવાનું નક્કી કરીને મહાપાલિકાની સ્થિતિને વધુ  પરનમજબુત કરી છે. પરિણામે આ બજેટ ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી તૈયાર થઇ શક્યું છે.
કેશલેસ અભિગમને પ્રાધાન્ય
વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કેશ લેસ વ્યવહારને પ્રાધાન્ય આપવા હાકલ કરાઇ છે. ત્યારે મહાપાલિકાના મિલકત વેરા જે કરદાતા ઓનલાઇન ભરે તેને 0.50 ટકાના બદલે 2 ટકા વળતર આપવામાં આવે તો મહાપાલિકાએ પણ ડિજીટલ ઇન્ડિયાનો પડકાર ઉઠાવ્યાની દિશામાં આગે કદમ કર્યા જણાશે. ઉપરાંત નગર સેવકો સ્વચ્છતા વિષયે 1 લાખ અને મઆળખાકીય સુવિધાના 6 લાખ રૂપિયાના કામ સુચવી શકતા હતાં. તેમાં રૂપિયા 1 લાખનો વધારાના નિર્ણયથી વધુ સારા અને વધુ પ્રમાણમાં લોકોપયોગી કામ થશે.
ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *