Uncategorized

ગાંધીનગર : રાષ્ટ્રપતિના આગમનને પગલે જિલ્લા તથા રાજ્યનું વહિવટી તંત્ર એલર્ટ

ગાંધીનગર :

રાષ્ટ્રપતિના આગમનને પગલે ગુજરાતનું વહિવટી તંત્ર દોડતું થઇ ગયું છે. કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેવી સ્થિતિમાં રાષ્ટ્રપતિની સલામતી, સાવચેતી અને સુરક્ષા ખુબ જ જરૃરી છે તે દિશામાં તૈયારીઓ શર કરી દીધી છે. ત્યારે તા.૨૩મીએ સિવિલમાં બેઝ હોસ્પિટલ પણ પ્રોટોકોલના ભાગરૃપે બનાવવામાં આવશે.

રાષ્ટ્રના પ્રથમ નાગરિક એટલે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા.૨૩મીએ ગાંધીનગર આવવાના છે જેન પગલે જિલ્લા તથા રાજ્યનું વહિવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. ખાસ કરીને હાલ કોરોના સંક્રમણ વધ્યું છે તેવી સ્થિતિમાં ખાસ તકેદારી રાખવા માટે રાષ્ટ્રપતિભવનથી સુચના આપવામાં આવી છે. જેથી ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સતત તૈયારીઓ કરાઇ રહી છે. રાષ્ટ્રપતિ મહાત્મા મંદિર અને રાજભવન ખાતે જવાના છે ત્યારે ત્યાના સ્ટાફનો કોરોના રીપોર્ટ કરવામાં આવી રહ્યો છે. તો બીજીબાજુ મહાત્મા મંદિર ખાતે સેન્ટ્રલ યુનિ.નો પદવીદાન સમારોહ છે જેમાં રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાના છે ત્યારે તેમના હસ્તે જે વિદ્યાર્થીઓને ડિગ્રી લેવાની છે તે વિદ્યાર્થીઓ ઉપરાંત સ્ટેજની આસપાસના સ્ટાફને એક દિવસ પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા સુચના આપવામાં આવી છે. તો બીજીબાજુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલને પણ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બેઝ હોસ્પિટલ તૈયાર કરવા કહી દેવામાં આવ્યું છે. આ બેઝ હોસ્પિટલમાં મેડિકલ કોલેજના દરેક ડિપાર્ટમેન્ટના ડોક્ટર હાજર રહેશે તથા હોસ્પિટલના પ્રથમ માળે વીવીઆઇપી રૃમ પણ ઉભો કરવામાં આવશે જેમાં મેડિકલને લગતી તમામ પ્રકારની સગવડ રાખવામાં આવશે.આ ઉપરાંત બ્લડનના જરૃરી યુનિટ પણ આરક્ષીત રાખવામાં આવ્યા આવનાર છે. સુરક્ષા અને સારવારની દ્રષ્ટીએ સિવિલ સજ્જ છે કે નહીં તે માટે અધિકારીઓએ રાઉન્ડ પણ લીધો હતો.તો રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન મેડિકલ ટીમમાં હાજર મેડિકલ ઓફિસર, ફિઝીશીયન, એનેસ્થેશીયા, સર્જાન સહિત સ્ટાફ નર્સ, ડ્રાઇવર તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે પૈકી જેમનો રીપોર્ટ પોઝિટિવ આવશે તેમને મેડિકલ ટીમમાં ડયુટી નહીં સોંપાય.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x