ગુજરાત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 2500 પોલીસ જવાનો ખડેપગે રહેશે

ગાંધીનગર :

ગાંધીનગર જિલ્લામાં આગામી તા.૨૮મી ફેબુ્રઆરીએ ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા, દહેગામ તાલુકા પંચાયત અને દહેગામ-કલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે જિલ્લામાં શાંત અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા કવાયત શરૃ કરી દેવામાં આવી છે. જિલ્લામાં આ ચૂંટણી માટે અઢી હજારથી વધુ પોલીસ જવાનો અને ૧૩૦૦ જેટલા હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. તો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાને કેન્દ્રીત કરી ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. પોલીસ દ્વારા મોબાઇલ પેટ્રોલીંગ તેંમજ સ્ટ્રાઇકીંગ ફોર્સ પણ એલર્ટ રાખવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. તા.૨૮મી ફેબુ્રઆરીએ જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે કવાયત્ કરવામાં આવી છે. જિલ્લામાં ૯૬૬ જેટલાં મતદાન મથકોમાં ૧૩૮ બુથ અતિસંવેદનશીલ જાહેર કરાયા છે જ્યારે ૧૧૫ બિલ્ડીંગમાં ૨૪૭ મતદાન બુથ સંવેદનશીલ જાહેર થયા છે. પોલીસ દ્વારા શાંતિપૂર્ણમાં ચૂંટણી યોજાય તે માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. જિલ્લામાં ૯૬૬ મતદાન મથકો માટે ૯૧૦ પોલીસ જવાનો અને ૧૩૬૮ જેટલા હોમગાર્ડ જવાનો તૈનાત રાખવામાં આવનાર છે. તો પોલીસ દ્વારા ચૂંટણીના આ માહોલમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોબાઇલ પેટ્રોલીંગની ટીમ પણ બનાવવામાં આવી છે. જે ગમે ત્યારે કોઇપણ સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકશે. તો આ ચૂંટણીના દિવસે જિલ્લામાં પાંચ ડીવાયએસપી, ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫૩ પીએસઆઇ ઉપરાંત ૯૧૦ પોલીસ જવાનો, ૧૩૬૮ હોમગાર્ડને પણ ફરજ સોંપવામાં આવનાર છે. તો જિલ્લામાં ચૂંટણીના આગળના દિવસે અસામાજિક તત્વોને પકડવા માટે પણ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x