વુમન-ડે સ્પેશ્યિલ” કાર્યક્રમનું આયોજન
શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “ગીત ગાતા ચલ” (કરાઓકે-ક્લબ) દ્વારા ગાંધીનગર-અમદાવાદ શહેરનાં મહિલા કલાકારો ને પોતાના આવાઝમાં કરાઓકે-ટ્રેક દ્વારા ગીતો ની રજુઆત કરવા માટે “વુમન-ડે સ્પેશ્યિલ” કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમ તા.૦૮-૦૩-૨૦૨૧ (સોમવાર)ના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, ૧૨૪-સનરાઈઝ આર્કેડ, મારુતિ-નેક્શા શો-રૂમ ની બાજુમાં, કુડાસણ, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ૨૧-(એકવીસ) મહીલા કલાકારો ને પ્રોત્સાહીત કરવા માટે અમદાવાદનાં જાણીતા મહિલા સિંગર શ્રીમતી. વર્ષા કુલકર્ણી (ખુશ્બુ ગુજરાત કી) મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનાં છે.
આ આ કાર્યક્રમ જોવા માટેનો પ્રવેશ નિ:શુલ્ક રહેશે, જેથી દરેક સંગીતપ્રેમીઓ એ આ કાર્યક્રમમાં પધારવા અમારૂ હાર્દિક આમંત્રણ છે. તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિ ને સંદર્ભે માસ્ક સહીત સરકારશ્રી નાં આદેશો નું પાલન કરવામાં આવશે. વધુ માહિતી માટે મોબાઈલ નં. ૮૮૪૯૪ ૫૪૪૦૫ ઉપર સંપર્ક કરવો.