આરોગ્ય

ઉનાળામાં તમારી સ્કિનને ચમકદાર તથા હેલ્થી રાખો

ઉનાળો શરૂ થતાં જ શરીરમાં ડિહાઇડ્રેશન થવા લાગે છે, આની સીધી અસર તમારી હેલ્થ તથા સ્કિન પર પડે છે. ત્વચા ડ્રાય દેખાય છે. આ ઉપરાંત તમને થાક, લૉ એનર્જી લેવલ, ચીડિયો સ્વભાવ, શ્વાસ તથા ધબકારા વધવા, ચક્કર આવવા જેવી સમસ્યા પણ થાય છે. આ બધાથી બચવા માટે માત્ર પાણી પીવું પૂરતું નથી, પરંતુ યોગ્ય ભોજન લેવામાં આવે એ પણ જરૂરી છે. આ પાંચ હાઈ વૉટર કન્ટેન્ટવાળાં ફ્રૂટ્સ ડાયટમાં સામેલ કરીને તમે માત્ર પાણી જ નહીં, પરંતુ અન્ય વિટામિન્સ તથા મિનરલ્સની ઊણપને પૂરી કરશે.

1. કાકડી
કાકડી પોટેશિયમનો એક સ્ત્રોત છે, જેમાં ફાસ્ફરસ, મેગ્નિશિયમ, સિલિકોન તથા કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. આ તમામ સ્કિનની ચમક વધારે છે.

2. તરબૂચ
ગરમીમાં તરબૂચ ઠંડક આપે છે. શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદરૂપ થાય છે, જેમાં સોડિયમ, મેગ્નિશિયમ તથા પોટેશિયમ જેવા મિનરલ્સ પણ છે. આનાથી તમે ફ્રેશ ફીલ કરશો. આટલું જ નહીં સ્કિન પણ ચમકદાર બને છે.

3. ટમેટાં
ટમેટાં સામાન્ય રીતે આપણે રોજિંદા વપરાશમાં ખાતાં હોઈએ છીએ. પોષક તત્ત્વોની વાત કરીએ તો તેમાં પોટેશિયમ, કેલ્શિયમ તથા આયર્ન હોય છે. ટમેટાંમાં રહેલું લાઈકોપીન ત્વચાને તડકાથી થતા નુકસાનને ઓછું કરે છે.

4. ગાજર
ગાજરમાં વિટામિન A વધુ માત્રામાં હોય છે. આ સાથે જ પોટેશિયમ, વિટામિન K તથા ફાઈબર પણ મળે છે.

5. સફરજન
સફરજનમાં ફાઈબર, વિટામિન C તથા એન્ટિઑક્સિડન્ટ જેવાં તત્ત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x