કોરોનાનો કહેર : 15 થી 21 માર્ચ સુધી ક્યાં લાગ્યું લોકડાઉન ? જાણો
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં તાજેતરમાં 1800થી વધારે કેસ સામે આવ્યા હતા. જરૂરી સુવિધાઓને છૂટછાટ આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ સૌથી ઝડપી ફેલાઈ રહ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં 13,659 નવા દર્દી મળ્યા છે. આ 7 ઓક્ટોબર પછીનો સૌથી મોટો આંકડો છે ત્યારે 14,578 કેસ આવ્યા હતા. લગભગ 15 દિવસ પહેલાં સુધી અહીં 5-6 હજાર કેસ આવી રહ્યા હતા. દેશમાં હાલ 60 ટકાથી વધુ દર્દીઓ અહીંથી જ મળી રહ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 21814 નવા દર્દીની ઓળખ થઈ છે. 17674 દર્દી સાજા થયા છે. 114એ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 4020નો વધારો થયો છે. અત્યારસુધીમાં કુલ 1.12 કરોડ લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે, એમાંથી 1.09 કરોડ સાજા થઈ ચૂક્યા છે, 1.58 લાખનાં મોત થયા છે, જ્યારે 1.85 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org માંથી લેવામાં આવ્યા છે.