ગુજરાત

હાથમાં તિરંગો અને ખાદીનો ઝભ્ભો પહેરી પદયાત્રીઓ પહોંચ્યા ગાંધી આશ્રમ

અમદાવાદ :
ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આજે સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થશે. 10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી 10.30 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે, જ્યાં તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી જવા પ્રયાણ કરશે. સુરક્ષાને ધ્યાને લઈને આજે મોટા ભાગની જગ્યાઓનું નિરીક્ષણ SPG અને અન્ય સ્થાનિક પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. દાંડીયાત્રા માટે 81 લોકોનું ગુજરાતી ગ્રુપ પહોંચ્યું, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અનેક લોકો પહોંચ્યા છે. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા છે. દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે.
મોદીની મુલાકાતને લઈ વહેલી સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દાંડીયાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે.
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x